
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની 45 વર્ષીય પરણિતાનું શંકાસ્પદ મોત.
મૃતક પરિણીતાનો પતિ છ માસ અગાઉ ચીચાણી ગામની યુવતીને બીજી પત્ની તરીકે લઈ આવ્યો હતો.
પતિના ઘરમાં આવેલી બીજી પત્નીએ 181 માં ફોન કરતા મૃતક પરિણીતાને સુખસર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવી હતી.
પરણિતા પોલીસ સ્ટેશનમાં જવાબ આપી પતિ-પત્ની પરત ઘરે જતા મોટરસાયકલ ઉપરથી પડતા મોત નીપજયું હોવાની કેફિયત રજૂ કરાઈ.
પરિણીતાનું મોત નીપજતાં પતિ સહિત બીજી પત્ની ફરાર.
(પ્રતિનિધિ ) સુખસર,તા.27
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો એક પરણિત બે બાળકોના પિતાને સંતરામપુર તાલુકાના ચીચાણી ગામની કુવારી યુવતી સાથે આંખ મળી જતા છએક માસ અગાઉ ચીચાણી ગામની યુવતીને બીજી પત્ની તરીકે રાખવાના ઈરાદાથી ઘરમાં લઈ આવ્યો હતો.ત્યારબાદ ચીચાણી તથા સાગડાપાડાની પંચોએ મળી સમાધાન કરી દંડ આપી ચીચાણી વાળી યુવતીને તેના પિતાને કબજો પરત સોંપી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ ફરીથી સાગડાપાડાનો પરિણીત તથા ચીચાણી વાળી યુવતી પરત ભાગી ગયા હતા.અને છેલ્લા બે દિવસથી સાગડાપાડા ઘરે આવ્યા હતા. ત્યારે ગતરોજ પરિણીતાનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના તળ ગામ ફળિયામાં રહેતા ભારતભાઈ વરસીંગભાઇ અમલીયારના વીસ વર્ષ અગાઉ સંતરામપુર તાલુકાના જાનવડ ગામના વરસીંગભાઇ નાથાભાઈ પારગીની પુત્રી રસીલાબેન હાલ (ઉમર વર્ષ. 45) સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા.અને તેઓને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.અને બંને સંતાનોના પણ લગ્ન થઈ ગયેલા છે.ત્યારે પતિ ભારત અમલીયારની આંખ સંતરામપુર તાલુકાના ચીચાણી ગામના વીરાભાઇ કટારાની પુત્રી શર્મિષ્ઠા સાથે આંખ મળી જતા છ માસ અગાઉ પતિ-પત્ની તરીકે રહેવાના ઇરાદાથી ભાગી ગયા હતા.ત્યારબાદ બંને ગામોની પંચોએ મળી સમાધાન કરી શર્મિષ્ઠાના પિતાએ દંડ પેટે નાણાં લઈ શર્મિષ્ઠાનો કબજો પરત મેળવી લીધો હતો.અને ત્યારબાદ ફરીથી શર્મિષ્ઠા તે ભારત અમલીયારના ઘરમાં રહેવા ભાગી આવી હતી.અને ભારત અમલીયાર તથા શર્મિષ્ઠા કોઈક જગ્યાએ ભાડે મકાન રાખી રહેતા હતા.જ્યાંથી ગત બે દિવસ અગાઉ સાગડાપાડા ગામે ઘરે આવ્યા હતા.જેથી શર્મિષ્ઠા તથા મૃતક રસીલાબેનને મૌખિક બોલાચાલી થતા શર્મિષ્ઠાએ 181 માં ફોન કરતા રસીલાબેનને સુખસર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં જવાબો લીધા બાદ ગતરોજ સાંજના સાડા ત્રણ વાગ્યાના અરસામાં રસીલાબેન તેમના પતિ ભારતભાઈ સાથે પરત ઘરે જવા મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા. ત્યારબાદ રસીલાબેન મોટરસાયકલ ઉપરથી પડતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પિયર પક્ષ દ્વારા રસીલાબેનને પતિ તથા પતિની બીજી પત્ની શર્મિષ્ઠા દ્વારા ત્રાસ આપતા મોટરસાયકલ ઉપરથી કુદી પડતા મોત નીપજ્યું હોવાનું જણાવી રહ્યા છે.રસીલાબેનનું મોત નિપજતા પતિ ભારતભાઈ અમલીયાર તથા બીજી પત્ની શર્મિષ્ઠાબેન ફરાર થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.રસીલાબેનનું મોટરસાયકલ ઉપરથી પડતા મોત નિપજ્યું છે,તો પતિ ભારત ભાઈ તથા બીજી પત્ની શર્મિષ્ઠાબેન ફરાર કેમ થઇ ગયા?તે એક તપાસનો વિષય છે.
મૃતક રસીલાબેનની લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી છે.ત્યારે સુખસર પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે અર્થે દવાખાનામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું જાણવા મળે છે.