
બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં અન્નોત્સવ દિન નિમિત્તે ધારાસભ્ય દ્વારા 30 હજાર રાશન થેલીનું વિતરણ કરાયું.
– પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત અનાજ નું વિતરણ કરાયું.
( પ્રતિનિધિ ) સુખસર,તા.3
રાજ્ય સરકારના સફળતાના પાંચ વર્ષ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પ્રજાને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. જેમા ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા ૩૦,હજાર જેટલી રાશન થેલીનું વિતરણ કરાયું હતું.
ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારના સફળતાના પાંચ વર્ષ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાઇ રહ્યું છે.જેમાં મંગળવારના રોજ અન્નોત્સવ દિવસની ઉજવણી કરાઇ હતી.સસ્તા અનાજ ની દુકાનોમા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સંપૂર્ણ આહાર, સ્વસ્થ આહાર હેઠળ મફત અનાજનું વિતરણ કરાયું હતું.ઘઉં અને ચોખા નું વિતરણ કરાયું હતું.ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા સસ્તા અનાજના સંચાલકો મારફતે 30 હજાર જેટલી રાશનથેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના સભ્યો,તાલુકા પંચાયતના સભ્યો,સરપંચ અને આગેવાનોના હસ્તે રાશનનું વિતરણ કરાયું હતું.