Thursday, 28/03/2024
Dark Mode

સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોની નારાજગીના પગલે રીસામણા-મનામણા ના દ્રશ્યો સર્જાયા..

March 29, 2022
        1321
સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોની નારાજગીના પગલે રીસામણા-મનામણા ના દ્રશ્યો સર્જાયા..

કલ્પેશ શાહ :- સીંગવડ

 

સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોની નારાજગીના પગલે રીસામણા-મનામણા ના દ્રશ્યો સર્જાયા..

 

સીંગવડ તા.29

 સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા સિંગવડ તાલુકા પંચાયતના હોલમાં યોજવામાં આવી હતી.જેમાં તાલુકા વિકાસ અધિકારી સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર ન્યાય સમિતિના ચેરમેન કારોબારી સમિતિના ચેરમેન તથા સિંગવડ તાલુકા પંચાયત સદસ્ય ક્રિષ્નાબેન કિશોરી તાલુકા પંચાયતના અમુક સદસ્યો શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યા હતા.જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગેરહાજર રહ્યા હતા.જ્યારે ઘણા ખરા વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા હતા.જ્યારે સિંગવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા 11:30 કલાકે ચાલુ કરવામાં આવી હતી.પરંતુ તેમાં સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના 10 જેટલા સદસ્યોનો નારાજગીના લીધે તે એક કલાક જેવા મિટિંગમાં મોડા આવ્યા હતા.જ્યારે આ સદસ્યો દ્વારા કામોની વહીવટી નહીં મળતા સદસ્યો દ્વારા આ સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવવાનો હતો. પરંતુ અમુક સમજાવટના પછી સદસ્યો તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આવ્યા હતા. જ્યારે તેમના કામ નહીં થતાં તેમને નારાજગી વ્યક્ત કરી હતી.જ્યારે તાલુકા પંચાયત દ્વારા ૨૦,૨૧,૨૨ ના કામની વહીવટીની મંજૂરી નથી મળી જ્યારે તાલુકા પંચાયત દ્વારા 22/23 ના બજેટની મંજૂર કરવાની તૈયારી દર્શાવાઈ હતી.જો 20/21/22 ની મંજૂરી નથી મળી.તો આ 22/23 નું બજેટ રજૂ કરવાની તૈયારી કરતા એક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.જ્યારે સિંગાપુર તાલુકા પંચાયત સદસ્ય દ્વારા મનરેગાના કામોમાં 60/40 નો રેશિયો નહી જળવાતા અમુક ગ્રામ પંચાયતોમાં વધારે પડતા કામ આપવામાં આવે છે.જ્યારે બીજી અમુક ગ્રામ પંચાયતોમાં ઓછા કામો આપવામાં આવે છે.જેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે મામલતદાર ઓફીસમાં જે રેશનકાર્ડ નીકાળવામાં આવે છે.તેમાં પણ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા નામોમાં ભૂલો કરવામાં આવતા ગામડાની ગરીબ પ્રજા રખડી જાય છે.અને તેમને કોઈપણ જાતનું રેશનકાર્ડ મા અનાજ મળતું નથી.તેવી રજૂઆત કરવામાં આવી હતી.જ્યારે તાલુકા પંચાયત ના સદસ્યોને જીત્યા ને એક વર્ષ જેવો થવા આવ્યા છતા આજ દિન સુધી એક પણ કામ ૨૦ ટકાના કામો કરવામાં આવ્યું નથી.જ્યારે તેના પહેલા નું આયોજનના કામો પણ મંજુર થઈ ગયા હોવા છતાં તેની મંજૂરી નહીં મળતા તાલુકા પંચાયત સદસ્યો ની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ જવા પામી છે.માટે તાલુકા પંચાયત સદસ્યો ને તેમની ગ્રાન્ટો વહેલામાં વહેલી તકે છૂટી કરવામાં આવે તો લોકો ઝડપથી કામ કરે તેવી તેમની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!