
સુમિત વણઝારા
દાહોદ તાલુકાના ખંગેલા ગામેથી પોલીસે ફોરવીલ ગાડી માંથી 78 હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો: ચાલકની અટકાયત
દાહોદ તા.૨૯
દાહોદ તાલુકાના ખંગેલા ગામેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૭૮,૭૨૦ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટકાયત કરી ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧.૮૦,૪૨૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જ્યારે એક ઈસમ નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા. ૨૮મી માર્ચના રોજ કતવારા પોલીસ ખંગેલા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેક એક મારૂતિ સુઝુકી ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લેતાં તેમાં સવાર પંકજ ઉર્ફે પંકેશભાઈ મેડા (રહે. ખંગેલા, ધેડ ફળિયા, તા.જિ.દાહોદ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે પોલીસે લાલાભાઈ હસનભાઈ મેડા (રહે. ખંગેલા, ધેડ ફળિયા, તા.જિ.દાહોદ) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૭૨૦ કિંમત રૂા. ૭૮,૭૨૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૧,૮૦,૪૨૦ નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.