
કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના સૂડીયા ગામના ગામના યુવકે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું…
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સુડીયા ગામેથી એક યુવકે 16 વર્ષીય સગીરાને અપહરણ કરી લઇ નાસી જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
સીંગવડ તાલુકાના સુડીયા ગામનો જીગ્નેશભાઈ ઉર્ફે જીગુ રાજુભાઈ ડામોરે ગતરોજ સિંગવડ તાલુકાની ૧૬ વર્ષીય સગીરાને પટાવી, ફોસલાવી,લગ્નની લાલચ આપી સગીરાના વાલી વારસના વાલીપણામાંથી જીગ્નેશભાઈએ ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરી લઇ નાસી ગયો હતો.અને તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો.બળાત્કાર સહિત અપહરણની સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.અને યુવકના ચગુલમાંથી સગીરા જેમ તેમ કરી છૂટી થઈ પરિવાર પાસે આવી હતી અને ઉપરોક્ત ઘટનાની હકીકત પરિવારજનોને જણાવતાં આ સંબંધે બળાત્કાર અને અપહરણનો ભોગ બનેલ સગીરાના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.