કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના ધામણબારી તળાવમાંથી ગામ ના જ 57 વર્ષિય આધેડ વ્યક્તિ ની લાશ મળી આવતા ચકચાર
સીંગવડ તાલુકાના ધામણબારી ગામના મંદિર ફળિયામાં રહેતા વરશીંગ દલસીંગ અડ 57 વર્ષિય આધેડ વ્યક્તિની લાશ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે મળતી માહિતી અનુસાર આ આધેડ ઉંમરનો વ્યક્તિ ત્રણ દિવસથી લાપતા હતો.તેને ઘરના લોકો દ્વારા શોધખોળ કરી હત. પરંતુ તે નહીં મળતા તેની તપાસ તેના ખેતરમાં કરવા જતા તેના કપડા ધામણબારી તળાવની પાળ પર મળી આવ્યા હતા.તે ધામણબારી તળાવમાં નાહવા ગયા હોય જ્યારે તે નાહવા પડ્યા બાદ નીકળી નહીં શકતા તેને આજે સવારે લાશ તરતી દેખાતા તેમને તાત્કાલિક રણધીકપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં રણધીકપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઈને લાશને નીકાળવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હાલતને બહાર નીકળીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યાર પછી લાશ ને તેના ઘરના લોકોને સુપ્રત કરવામાં આવી હતી