દાહોદ સહિત ત્રણ જિલ્લાઓમાં સાત જેટલા ધાડ લૂંટ જેવા ગુનાઓમાં સામેલ છેલ્લાં 13 વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે દબોચ્યો..

Editor Dahod Live
1 Min Read

દાહોદ સહિત ત્રણ જિલ્લાઓમાં સાત જેટલા ધાડ લૂંટ જેવા ગુનાઓમાં સામેલ છેલ્લાં 13 વર્ષથી વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે દબોચ્યો..

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ મહીસાગર સહિત ત્રણ જિલ્લાઓમાં સાત જેટલા ધાડ લૂંટ ,જેવા ગંભીર ગુનાઓમાં સામેલ અને છેલ્લા 13 વર્ષથી પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહેલા મધ્યપ્રદેશના ધાડપાડુને દાહોદ એલસીબી પોલીસે બાલવાસા ખાતેથી ઝડપી જેલભેગો કર્યો છે.

પ્રાપ્ત માહીતી અનુસાર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાદલા તાલુકાના ઝાયની બેડાવાવ ફળિયાનો રાકેશ ગલીયાભાઇ ભાઈ ચારેલ દાહોદ જિલ્લાના ઝાલોદ ,સુખસર, રણધીકપુર, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ત્રણ તેમજ પંચમહાલના પાવાગઢ ખાતે એક સહિત કુલ સાત જેટલાં ધાડ લૂંટ જેવા ગુનાઓમાં સામેલ અને છેલ્લા 13 વર્ષથી પોલીસને ચકમો આપવામાં સફળ રહેલો રાકેશ ચારેલ બાલવાસા ખાતે આવેલો સુવાની બાતમી ઝાલોદ ખાતે પેટ્રોલિંગમાં નીકળેલા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.વી ડિંડોરને મળતા તેઓના નેતૃત્વમાં એલસીબીની ટીમે બાલવાસા ગામે વોચ ગોઠવી રાકેશ ચારેલને ઝડપી પાડવામાં સફળતા હાસલ કરી હતી એલસીબી પોલીસે આ પકડાયેલા વોન્ટેડ આરોપીને ઝાલોદ પોલીસ મથકે સુપ્રત કર્યો હતો.

આમ દાહોદ એલસીબી પોલીસે છેલ્લા 13 વર્ષથી ધાડ લૂંટ જેવા ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો છે.

Share This Article