
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં આરોગ્ય વિભાગ દ્વારા 27 ટીમો બનાવી 902 ઘરનો સર્વે 4784 વસ્તી તપાસતા 15 જેટલા તાવના કેસો મળ્યા.
15 જેટલા તાવના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર જ સારવાર કરવામાં આવી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય સ્વાસ્થ્ય કાર્ડ અને આભા આઈડી કાર્ડ વિશે માહિતી અપાઈ.
સંજેલી તા.૧૪
હાલ દેવડી ઋતુનો માહોલ ચાલી રહી છે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા મલેરીયા અધિકારી તથા જિલ્લા રોગચાળાના અધિકારી સાહેબ દાહોદના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી સંજેલીની મેડિકલ ઓફિસર સરોરી તાલુકા આરોગ્ય સુપરવાઇઝર સંજેલીમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. સર્વે માટે આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ 27 ટીમો બનાવી સર્વે કરાયો હતો.સંજેલી તાલુકામાં 27
જેટલી અલગ અલગ ટીમો બનાવી આરોગ્યના કાર્યકર દ્વારા સર્વે હાથ ધરવામાં આવીયુ જેમાં મેલેરિયા ડેન્ગ્યુ અટકાવવા માટે આરોગ્ય વિભાગની જુદી જુદી 27 જેટલી ટીમો બનાવી 902 જેટલા ઘરોનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવીયુ 4784 જેટલી વસ્તી સર્વે કરતા 15 જેટલા તાવના કેસો મળી આવ્યા હતા જેમાં તાવના દર્દીઓને સ્થળ પર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી સાથે સાથે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને વિશ્વ વસ્તી નિયંત્રણ પખવાડિયામાં
અંતર્ગત આઈ ઈ સી કરવામાં આવી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય સ્વાસ્થ્ય કાર્ડ અને આભા આઇડી કાર્ડ વિશે પણ જનજાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સર્વેની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી વાસિયા તેમજ હિરોલાના સુપરવાઇઝરો દ્વારા દેખરેખ કરવામાં આવી હતી.