કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના રણધીકપુર પ્રાથમિક શાળામાં નાયબ કલેક્ટરે મધ્યાન ભોજન કેન્દ્રની મુલાકાત લીધી..
સીંગવડ તા.22
સિંગવડ તાલુકાના મધ્યાન ભોજન કેન્દ્રની મુલાકાત 22.02.2023 ને રોજ નાયબ કલેકટર મધ્યાન ભોજન ફાલ્ગુન પંચાલ દ્વારા લેવામાં આવી જેમાં રણધીપુર પ્રાથમિક શાળાની મધ્યાન ભોજન કેન્દ્રની મુલાકાત દરમિયાન મધ્યાન ભોજન સ્ટોક સ્કૂલમાં નહીં રાખીને તેમના ઘરે રાખવામાં આવ્યો હતો જ્યારે
રણધીપુર વર્ગ પ્રાથમિક શાળા ખાતે પણ મધ્યાન ભોજન સંચાલક દ્વારા મધ્યાન ભોજનનો સ્ટોક સ્કૂલમાં રાખવાની જગ્યાએ તેમના ઘરે મૂકી રાખવાથી બંને સ્કૂલના સંચાલકોને નોટિસો ફટકારવામાં જણાવવામાં આવ્યું હતું જ્યારે પરમારના ડુંગરપુર પ્રાથમિક શાળાના મધ્યાન ભોજનની પણ મુલાકાત લેવામાં આવી હતી