કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું ….
સિંગવડ તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના 2022 થી 23 ના લાભાર્થી વર્ક ઓર્ડર તથા ચેક વિતરણ કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ડીઆરડી શાખા ના બી એમ પટેલ માજી ધારાસભ્ય વિંછીયાભાઈ ભુરીયા તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર તાલુકા વિકાસ અધિકારી એસ એસ પટેલ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સિંગવડ સરપંચ લખીબેન વહુનીયા આગેવાન કરણભાઈ વણઝારા શૈલેષભાઈ ભટ્ટ સિંગવડ તાલુકાના સરપંચો તાલુકા પંચાયત સ્ટાફ તલાટી કમ મંત્રીઓ તથા તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમની શરૂઆત તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યાર પછી આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ અધિકારી બારીયા દ્વારા યોજનાની ટૂંકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યાર પછી સાંસદ જશવંત ભાભોર દ્વારા ઉદબોધન કરવાની જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આવાસોયા શૌચાલય વગેરે યોજનાઓ બહેનો માટે આપવામાં આવેલ છે તેમ જાણકારી આપવામાં આવી ત્યારબાદ લાભાર્થીઓને મંજૂરી પત્ર અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું સિંગવડ તાલુકામાં કુલ ૯૨૭ પ્રધાનમંત્રી આવાસ નો લાભાર્થી નું લક્ષ્યાંક થયેલ હતો તેમાં 549 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ મંજૂર થયેલ હતા તેમને વર્ક ઓર્ડર તથા ચેક પણ આપવામાં આવ્યા હતા સાથે સાથે જેમાં જેમની સમય મર્યાદામાં જે આવાસ પૂર્ણ કરી દેતા હતા તેમને ગુજરાત સરકાર દ્વારા 20 હજાર રૂપિયા નો સહાય ચેક પણ વધારાનો આપવામાં આવ્યો હતો સાથે સાથે હવે જે લાભાર્થીએને લાભ આપવાનું હોય તેનો આધારકાર્ડથી જ કાર્ય થશે તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે પ્રધાનમંત્રી આવાસ પહેલા ચેક 30,000 પછી 50,000 અને ત્યાર પછી ૪૦ હજારનો આપવાનો રહેશે ત્યાર પછી જે મનરેગા યોજનામાં પોતાના આવાસ બાંધકામ મજૂરી પેટે 90 દિવસની મજૂરીનો ખર્ચ 21,510 એ પણ લાભાર્થીઓને આપવાનો રહેશે જ્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જલશે નળ વિજનનું મીટર રાંધણ ગેસ કનેક્શન વગેરે પ્રાથમિક સુવિધાઓ કેન્દ્ર સરકાર દ્વારા ફ્રીમાં આપી રહી છે તેમ જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી બાંધકામ શાખાના અધિકારી પૂવાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.