કલ્પેશ શાહ :- સીંગવડ.
દાહોદના સાંસદ સભ્યના ગૃહ ગામ સીંગવડ તાલુકાના ઘણા ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આવાસના લાભથી વંચિત
સીંગવડ તા.06
સિંગવડ તાલુકાના ઘણા ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ થી વંચિત રહ્યા જ્યારે આ સિંગવડ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ માટે સર્વે કરવામાં નહીં આવતા નવા પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ તેનો લાભ મળતું નથી જ્યારે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી છે કે બધા જ લોકો ને ઘરનું ઘર આપી દેવામાં આવ્યું છે પરંતુ સિંગવડ તાલુકામાં ઘણા એવા પરિવાર છે કે તેમને આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસનો લાભ મળ્યો જ નથી જ્યારે આ પ્રધાનમંત્રી આવાસ નો લાભ લાગતા વળગતા લોકોને મળવા પામ્યો છે જ્યારે ઘણા એવા લોકો છે જેમને પ્રધાનમંત્રી આવાસ 2 થી 3 વખત લઈ લેવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી આવાસ ની વેબસાઈટ ખોલવામાં નહીં આવતા આ ગરીબ પ્રજાને આ પ્રધાનમંત્રી આવાસ માટે ઓનલાઈન નહીં તથા તે ત્યાંના ત્યાં રહી ગયા છે ને સરકાર દ્વારા જુના ઓનલાઈન કરેલા લાભાર્થીઓને વારંવાર લાભ અપાઈ રહ્યો છે જ્યારે જેમને નવા પ્રધાનમંત્રી આવાસ ના લાભાર્થી ને જરૂર છે તેવા લાભાર્થીઓને આ પ્રધાનમંત્રી આવાસ આજ દિન સુધી લાભ નહીં મળતા તેમને તેમના કાચા ઝુંપડાઓમાં રહેવાનો વારો આવ્યો છે જ્યારે સરકાર દ્વારા બીપીએલ અને એપીએલની તારવણી કરવામાં આવી તેવા સમયે તારવણી કરનાર જવાબદારો દ્વારા બેદરકારી દાખવામાં આવતા અનેક પરિવારો જેવો ખરેખર ગરીબ રેખા હેઠળ જીવતા હોય છે તેઓને એપીએલ કાર્ડ માં સમાવિષ્ટ કરવામાં આવ્યા અને જ્યારે જે લોકો ખાદે પીધે સુખી અને પાકા મકાન ધરાવતા હોય તેવા લોકોને બીપીએલમાં આવતા સાચા ગરીબ પરિવારના સભ્યોને અન્યાય થયેલ જ્યારે ગરીબ લોકો મજબૂરીના કારણે અવાજ ઉઠાવી નહીં શકતા હોય તેના લીધે પણ અનેક પરિવાર પ્રધાનમંત્રી આવાસ ની યોજના ના લાભથી વંચિત છે જ્યારે સિંગવડ ગામમાં પણ ઘણા લાભાર્થી એવા છે કે તેમને તેમના મકાન પર પ્લાસ્ટિક ની તાડપટ્ટી અને થેલા બાંધીને રહેવાનો વારો આવે છે અને ઘણા લાભાર્થીઓના કાચા મકાનવાળાને આનો લાભ મળ્યો જ નથી ખરેખર આનો લાભ પાકા મકાનવાળા દ્વારા લેવામાં આવતો હોવાથી બૂમો ઊઠવા પામી છે જ્યારે સરકારી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને જેમને જરૂરીયાત છે તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસનો લાભ આપવામાં આવે તેવી લાભાર્થીની માંગણી છે