કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના રણધીકપુરમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ..
સીંગવડ તા.21
સિંગવડ તાલુકાના રંધીપુર ગામે વ્યાજનો ધંધો કરતા સામે ફરિયાદ નોંધાતા રણધીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સિંગવડ તાલુકાના રંધીપુર ગામે વ્યાજે રૂપિયા આપતા પટેલ બાબુભાઈ ગુલાબભાઈ ઉપર રંધીપુર ગામના નિરંજનભાઇ પુનાભાઈ બારીયા એ વ્યાજે રૂપિયા 2013 માં 21000 અને 2015માં 61000 રૂપિયા બાબુ ગુલાબ પાસેથી લેવામાં આવ્યા હતા જે રૂપિયા ન અપાતા બાબુ ગુલાબ દ્વારા તે રૂપિયાના 1.95.000 હજારની નિરંજન પાસે માંગવામાં આવતા તેનાથી તે રૂપિયા નહિ અપાતા બાબુ ગુલાબ દ્વારા તેને નિરંજન ની જમીન ગીરખત તરીકે લખાવી લેવામાં આવી જ્યારે આ રૂપિયાનો સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ વ્યાજ દરથી વધારે વ્યાજ લઈ અલગ અલગ સમયે પૂર્વક 1,95,000 ની નિરંજન પાસે પઠાણી ઉઘરાણી કરી અને બીજા 60000 ની માંગણી માં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવી માનસિક તનાવ લાવવા આવતા નિરંજન દ્વારા રંધીપુર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી રંધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર એ પટેલ તથા બીટ જમાદાર તથા પોલીસનો સ્ટાફને સાથે રાખીને બાબુ ગુલાબને ત્યાં 20-01-23 એક વાગ્યે રેડ પાડતા ત્યાં પોલીસના હાથે ઘણા દસ્તાવેજો હાથ લાગી જતા રંધીપુર પોલીસ દ્વારા બાબુ ગુલાબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી