સિંગવડ તાલુકા ના સણગીયા ગામે જમીન સબંધી ઝઘડામાં એક ભાઈએ તેના બે સગા ભાઈઓ પર કુહાડીથી કર્યો હુમલો:એકનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત..          

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકા ના સણગીયા ગામે જમીન સબંધી ઝઘડામાં એક ભાઈએ તેના બે સગા ભાઈઓ પર કુહાડીથી કર્યો હુમલો:એકનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત          

સીંગવડ તા.30

સિંગવડ તાલુકા ના સણગીયા ગામે ગઇરાત્રે 10 વાગ્યાના સુમારે સણગીયા ગામના કીકા ઉર્ફે દીપક તથા તેના બે ભાઈઓ વચ્ચે જમીન ની અદાવતે મારામારી થતા સંગાડા (નાયક) કીકા રાવજી એ તેના સગા ભાઇ શાંતિલાલ લાલજી તથા મુકેશ રાવજી ને બોલાબોલી થતા કીકા એ શાંતિલાલના માથા ના ભાગ પર કુહાડી મારતા તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે મુકેશને છાતીના ભાગમાં કુહાડી  મારતા તેને પણ ઇજા થઇ હતી જ્યારે આ

બનાવ બનતા ની  સાથે રણધીકપુર પોલીસને જાણ થતાં રણધીકપુર પીએસઆઇ પટેલ આઉટપોસ્ટ જમાદાર તથા સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને તેમને ત્યાં જઈને તાત્કાલિક  ઈજા પામેલા મુકેશભાઈ ને સામુહિક આરોગ્ય કેન્દ્ર સીંગવડ ખાતે મોકલ્યા હતા ત્યાંથી તેમને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે કુહાડી મારનાર કીકાભાઈ ત્યાંથી નાસી છૂટતા તેમની રણધીકપુર પોલીસ દ્વારા તપાસ કરતા તેમને કાળીયારાયના જંગલમાંથી પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે આરોપીને પકડીને તેને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં લાવીને મૂકી દેવામાં આવ્યો હતો જ્યારે મૃત્યુ પામેલા શાંતિલાલભાઈ ને સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા આ રીતે  જમીનના ઝઘડામાં કીકાભાઈ એ ઉર્ફે દીપક એ તેમના એક સગા ભાઇને મોતને ઘાટ ઉતાર્યો જ્યારે બીજાને  મારતાં તેને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે તેની પણ હાલત ગંભીર જણાતા હતી

Share This Article