સિંગવડ તાલુકામાં નલ સે જલ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો..

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ, સિંગવડ 

 

સિંગવડ તાલુકામાં નળ સે જળ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો                                                         

 

સિંગવડ તાલુકામાં સરકાર દ્વારા ઘરે-ઘરે જળ સે નળ યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે  તેવી વાત કરવામાં આવી હતી પરંતુ સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં જળ શે નળ યોજના માં આજદિન સુધી પાણીનું ટીપું પણ પડવા પામ્યો નથી જ્યારે આ જળસે નળ  યોજના ઘણા ગામમાં તો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પાણી પણ આવતું નથી જ્યારે ગામડાના લોકો દ્વારા જળશે નળ યોજનામાં પાણી આવશે તેની રાહ દેખી રહ્યા છે પરંતુ આ જળશે નળ યોજના ખાલી શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ગામડાના લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ જળસે નળ યોજના સરકાર દ્વારા કરવામાં આવી છે તે ખાલી ગામડાઓ મા ખેડૂતોની જમીનોને ખોદીને તેમની જમીનોમાં પાઇપો દાબીને તેમની  જમીનો ખરાબ કરવામાં આવ્યું છે તેમ જમીન માલિકોનું કહ્યું છે જ્યારે જળ શે નળ યોજના સિંગવડ તાલુકાના ઘણા ગામોમાં ખાલી એક જ વાર પાણી આપવાની સાથે આ જળશે નળ યોજનાના પાઇપો ફાટીને જ્યાં દેખો ત્યાં પાણી નીકળવા મંડ્યા છે જો સારા માની પાઇપો નાખી હોત તો આ જ્યાં દેખો ત્યાં પાઇપો ફાટી ન જાય આ તો ખાલી સરકાર દ્વારા પોતાના કામો ઘરે-ઘરે જળશે નળ માં પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું તે દેખાડવામાં આવી રહ્યું છે પરંતુ આ જળસે નળ યોજના તો ખાલી કાગળ પર બોલે તેવી હાલત જેવી દેખાઈ રહી છે જળશે નળ યોજનાના જે સાધન નાખવામાં આવ્યા છે તે પણ તકલાદી હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે

Share This Article