કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાનો 76 માં સ્વાતંત્ર દિનની ઉજવણી રંણધીપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી
સિંગવડ તાલુકા નો 76 માં સ્વાતંત્ર દિનની ઉજવણી રણધીકપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ એન એન બારીયા મામલતદાર સીંગવડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો જેમાં તાલુકા વિકાસ અધિકારી એસ એસ પટેલ સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર શિંગવડ મામલતદાર ઓફિસ સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ આઇસીડીએસ સ્ટાફ રંધીપુર પી.એસ.આઇ ડી જી વહુનીયા તથા પોલીસ સ્ટાફ તથા સરપંચ રંધીપુર સોનલબેન પી કટારા તલાટી કમ મંત્રી રણધીપુર અલગ અલગ વિભાગના સરકારી અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મામલતદાર શ્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યાર પછી રાજ્ય કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓના ખેલ મહાકુંભમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીનીઓનું અને તેઓના વાલીનું સન્માન કરવામાં આવ્યું તેમજ શાળામાં સૌથી વધારે હાજરી આપતા વિદ્યાર્થીઓનું અને વાલીઓનું પણ સન્માન કરવામાં આવ્યું.. શાળામાં સુંદર કામગીરી કરતા સીંગવડ તાલુકાના 11 ક્લસ્ટરના શિક્ષકશ્રીઓને પ્રતિભાશાળી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો..તાલુકાના જુદા જુદા વિભાગ માં સુંદર કામગીરી કરતા કર્મચારી શ્રી ઓનું પણ સન્માન કરવામાં આવ્યું..