
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના સિંગવડ બજારમાં ત્રણ રસ્તા પર જમ્પના અભાવે એક્સિડન્ટ થવાનો ભય…
સીંગવડ તા.08
સિંગવડ તાલુકાના સિંગવડ બજારોમાં ત્રણ રસ્તા ઉપર પડતા હોય ત્યાં જંપ નથી મૂકવાના લીધે તથા પ્રાથમિક શાળાના બહાર પણ જમ્પ નહીં મૂકવાના લીધે એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે સિંગવડ બજારમાં મોટરસાયકલ તથા મોટી ગાડીઓ ના અવાર-જવર ફુલ સ્પીડમાં લઈ જતા આવતા હોવાના લીધે એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે ઘણી વખત તો ત્રણ રસ્તા પડતા હોય ત્યાં નાના-મોટા એકસીડન્ટ થતા રહ્યા છે પરંતુ સરકારી તંત્રની ઊંઘ ઊડતી નથી જ્યારે એવું લાગે છે કે આ સરકારી તંત્ર કોઈ મોટા એકસીડન્ટ થવાની રાહ દેખી રહી હોય તેમ લાગે છે વારંવાર રજૂઆતો કરવા છતાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આજ દિન સુધી આ સિંગવડ બજારના ત્રણ રસ્તા ઉપર જમ્પ મૂકવાની વ્યવસ્થા કરવામાં ન આવવાના લીધે એકસીડન્ટ થવાના બનાવ બનવા પામ્યા છે જ્યારે સિંગવડ તાલુકાની તાલુકા પ્રાથમિક શાળા, ની બહાર પણ જમ્પ નહીં મૂકવાના લીધે વિદ્યાર્થીઓને રિસેસ પડતા કે રજા પડતા દરવાજાની બહાર એકદમ નીકળતા રસ્તો આવી જાય ત્યાં પણ એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે માટે આના માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ત્રણ રસ્તા પડે ત્યાં અને પ્રાથમિક શાળા અગાડી જમ્પ મુકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે