
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક સહિતનો કચરો ઠલવાતા રખડતા પશુઓ માટે જોખમ.
સંતરામપુર તા.03
સંતરામપુર નગરપાલિકા દ્વારા આખા ગામનો કચરો સત્યપ્રકાશ સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવી રહ્યો છે. અને સફાઈ કામદારો દ્વારા દરેક પ્રકારનો કચરો ઠાલવવામાં આવે છે. જેના પગલે રખડતા પશુઓ અહીંયા ભેગા થઈને પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓ ખાતા હોય છે જેના કારણે પશુઓ માટે જીવનો જોખમ ઉભુ થયું છે.ખુલ્લા પ્લોટમાં સંખ્યાબંધ અલગ અલગ પ્રકારની પ્લાસ્ટિક ઓ હલાવવાથી અને તેને સંખ્યામાં પશુઓ મોમા વાગોળતા હોય છે પછી કલાક બે કલાક પછી ફરીથી બહાર કાઢતી હોય છે આ રીતે રખડતા પશુઓ માટે ખુલ્લા પ્લોટ નંબર હાલો કચરો જોખમકારક ઉભો થયેલો છે સૌથી વધારે પ્લાસ્ટિક જોવા મળતી હોય છે સ્થાનિક રહીશોની માગણી છે કે રખડતાં પશુઓને નુકસાન ના થાય અને જીવ જોખમમાં મુકાય પ્લાસ્ટિક ખુલ્લામાં ના નખાય જેથી કરીને પશુનો જીવ બચી શકે છે અને આરોગ્ય માટે પણ સૌથી મોટો હાનિકારક ઉભો થયો છે એક બાજુ નગરપાલિકા પ્લાસ્ટિક બંધ કરાવે છે જ્યારે બીજી બાજુ પ્લાસ્ટિકનો ઢગલા ખુલ્લામાં જોવા મળેલા છે.