
સુમિત વણઝારા
ફતેપુરા તાલુકાના મારગાળા ગામે બાવન ટાંડા ગોર વણઝારા સમાજની 21 મી મહાસંમેલન મિટિંગ યોજાઈ
તા.3.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામે લીમડી અને ચિખલી ટાંડા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બાવન ટાંડા ગોર વણઝારા સમાજની 21 મી મહાસંમેલન મિટિંગ યોજાઈ હતી.જેના પ્રથમ દિવસે ગુરૂ નાનક દેવજી મહારાજ ની અરદાસ અને રામદેવ પીર મહારાજની પુજા અર્ચના કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ગુજરાતના અનેક ગામેગામ થી વણઝારા સમાજના વડીલો અને યુવાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વણઝારા સમાજની પરંપરા જળવાઈ રહે તે માટે ચિખલી ટાંડા ગામે થી આવેલા વણઝારા સમાજના યુવાઓ અને વડીલો દ્વારા વણઝારા સમાજના રીતિ – રિવાજ મુજબ વણઝારા સમાજનું ગીત અને આડી રમત રમાડવામાં આવી . સાથે વણઝારા સમાજના વડીલો દ્વારા જે વણઝારા સમાજના નાના મોટા પ્રશ્નોના નિકાલ કરવા માં આવ્યાં હતાં અને સમાજ ને લગતા નિયમો માં સુધારા વધારા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન ગુજરાત વિધાનસભાના દંડક અને 129 ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા . વણઝારા સમાજના વડીલો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું .