ઇલ્યાસ શેખ સંતરામપુર
સંતરામપુર નગરપાલિકાની નફફટાઈ..સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાંય સફાઈનો અભાવ..
સંતરામપુર તા.25
સંતરામપુર નગરપાલિકા દ્વારા જુમ્મા મસ્જિદ પાસેથી અંબીકા લોજ સુધી છેલ્લા એક અઠવાડિયાથી ઉભરાતી ગટરોનો પાલિકા તંત્ર દ્વારા કોઈ નિકાલ ન કરતા ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ચારે બાજુ ફેલાઈ રહેલું છે.જેના લીધે સ્થાનિક રાહદારીઓ ગંદા પાણીમાં પગ મૂકીને પસાર થવા મજબુર બન્યા છે.છેલ્લા એક અઠવાડિયાથી આ સ્થળ ઉપર ગટર ચોકઅપ થઈ ગઈ છે. તેને ખુલ્લી કરવા અથવા સફાઈ કરવા સંતરામપુર નગરપાલિકાના સત્તાધીશો કોઈ ધરાવતા નથી.આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકાના ચીફ ઓફિસર સ્થાનિક રહીશોનો રજૂઆતનો સાંભળે છે. પરંતુ રહીશોના કામ થતાં જ નથી. સંતરામપુર નગરપાલિકાનો દિનપ્રતિદિન વહીવટીતંત્રને કામગીરીમાં નિષ્કાળજી જોવાઈ રહી છે.નગરના પાંચ વર્ષ વીતવા છતાય સંતરામપુર નગર અલગ અલગ વિસ્તારોમાં કોઈપણ જગ્યાએ કામો જોવાતા જ નથી.જોકે આ રીતે સંતરામપુર નગરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં ગટરો ચોકઅપ થઈ જાય છે.અને ગંદો પાણી રોડ ઉપર ફરી વળે છે. જોકે આ મામલે નગરજનોની સુખાકારી તેમજ હિતોને ધ્યાનમાં રાખી નગરપાલિકા તંત્ર યોગ્ય નિકાલ કરે તેમાં સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠી છે.
