Sunday, 22/05/2022
Dark Mode

ગરબાડા પોલીસ મથકમાંથી બુટલેગરો વિદેશી દારૂ સાથે ઝડપાયેલી ગાડી લઈને ભાગ્યા:ચાર સામે ગુનો નોંધાયો

March 25, 2022
        390
ગરબાડા પોલીસ મથકમાંથી બુટલેગરો વિદેશી દારૂ સાથે ઝડપાયેલી ગાડી લઈને ભાગ્યા:ચાર સામે ગુનો નોંધાયો

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા પોલીસ મથકમાંથી બુટલેગરો દારૂમાં ઝડપાયેલીગાડી લઈને ભાગ્યા:ચાર સામે ગુનો નોંધાયો

ગરબાડા પોલીસે દારૂનો મુદ્દામાલ સાથે ઝડપાયેલ ફોરવિલ ગાડી ને પોલીસ મથકમાં મૂકી હતી.

પેટ્રોલીંગમાં નીકળેલા ગરબાડા પોલીસને પડકાર ફેંકી બુટલેગર તત્વોએ ગાડીની ઉઠાંતરી કરી પોલીસને ફેંક્યો પડકાર

બુટલેગર તત્વોએ પોલીસ મથકનો ગેટ ક્ષતિગ્રસ્ત કર્યો..

ગરબાડા તા.25

દાહોદ જિલ્લાના ગરબાડા માં પોલીસે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન પ્રોહીના મુદ્દામાલ સાથે એક ફોર વહીલર ગાડી સાથે એક ઇસમને ઝડપી લીધો હતો જેમાં એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે પ્રોહીનો મુદ્દામાલ તેમજ ગાડીનો કબ્જો મેળવી પોલીસ મથકમાં મૂકી દેવામાં આવી હતી. જેમાં મુદ્દામાલ સાથે ઝડપાયેલી ગાડીને મધ્યરાત્રીએ આવેલા ચાર ઈસમોએ પોલીસને પડકાર ફેંકી પોલીસ મથકમાંથી ઉઠાવી લઈ જતા પંથક સહીત પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પંથકમાં બુટલેગર તત્વો બેફામ બનયા હોઈ તેમ વિદેશી દારૂની ગાડીને પોલીસ મથકમાંથી બિન્દાસ્ત પણે ઉઠાવી લઈ જતા દરમિયાન પોલીસ મથકના ગેટને પણ નુકશાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઈ જે.એલ.પટેલ સ્ટાફના માણસો સાથે ગત તારીખ ૨૩મી ના રોજ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પાટિયા ઝોલ તોરણ ફળિયામાં બાતમીના આધારે GJ-17B-N-0706 નંબરની તુફાન ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી ૨૬ ૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે દારૂના જથ્થા સાથે રમેશ ધૂળા માવીને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ઈસમ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોર વહીલર ગાડીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને આ અંગે પ્રોહીબીશન નો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ નિશ્ચિત બનેલી પોલીસે રાત્રીના બે વાગ્યાના સુમારે પેટ્રોલિંગમાં નીકળી ગઈ હતી દારૂનો જથ્થો પોલીસ જાપ્તામાં તેમજ ઝડપાયેલી ગાડી પોલીસ મથકમાં જ મૂકી રાખવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને પડકાર ફેંકી રાત્રીના અંધારામાં બિન્દાસ્ત રીતે ત્રાટકેલા સોબાન છતરસીંગ ગણાવા રહેવાસી સંણદા તાલુકા ભાભરા જિલ્લો અલીરાજપુર રાકેશ છતરસીંગ ગણાવા રવજીભાઈ છતરસીંગ ગણાવા અનિલ ભાઈ લલ્લુભાઇ ભુરીયા રહેવાસી પાટિયા ઝોલ નાઓએ પોલીસ મથકમાં પડેલી  ફોર વહીલર ગાડીને લઈને ફરાર થઈ ગયા હતા તેમજ જતા જતા પોલીસ મથકના ગેટને પણ ક્ષતીગ્રષ્ત કરી ગયા હતા ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવતા પંથક સહીત પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે ગરબાડા પોલીસ મથકે લાગેલા સીસીટીવી કેમેરા પણ છેલ્લા કેટલાય સમયથી બંધ છે તે અંગે પોલીસે હજુ કોઈ કામગીરી કરી નથી અને સમાચાર લખાય છે ત્યારસુધી બનાવ બન્યાને ૪૮ કલાક થી વધુ સમય વીતવા છતાંય પોલીસને પડકાર ફેંકી પોલીસ મથકમાંથી ગાડી લઈ જનાર ઈસમો ને પકડવામાં પોલીસનો પનો ટૂંકો પડ્યો છે જો ગરબાડા પોલીસ મથકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચાલુ હોત તો પોલીસને પડકાર ફેંકનાર આરોપીઓને પકડવામાં તેમજ તેમનું પગેરૂ શોધવામાં મહત્વની કડી મળતી તેમાં કોઈ બે મત નથી ત્યારે આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસની નિષ્કાળજી છતી થઈ છે.ત્યારે પોલીસ ને પડકાર ફેંકનાર આવા બુટલેગરો સામે કેવા પ્રકારના પગલાં પોલીસ તંત્ર લે છે તે જોવું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort