více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

*ફતેપુરા થી માનગઢને જોડતો માર્ગ તૂટી જતા લોકો ને હાલાકી* *ફતેપુરા થી ડુંગર,ગઢરા,માનગઢ તરફ જતા માર્ગની નવીનીકરણ સાથે ડબલ ટ્રેક બનાવવા માંગ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા થી માનગઢને જોડતો માર્ગ તૂટી જતા લોકો ને હાલાકી*

*ફતેપુરા થી ડુંગર,ગઢરા,માનગઢ તરફ જતા માર્ગની નવીનીકરણ સાથે ડબલ ટ્રેક બનાવવા માંગ*

સુખસર,તા.4

 માનગઢ ધામની પવિત્ર ભૂમિ આદિવાસી સમાજની આસ્થા નું કેન્દ્ર અને ગુરુ ગોવિંદની તપોભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.માનગઢ ધામ ખાતે 24 કલાક અખંડ ધૂણી ચાલતી આવી છે.ગુજરાત સહિત અનેક રાજ્યોના આદિજાતિના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે.અહીંયા દર પુનમે ખાસ કરીને માક્ષરી પૂનમેં ભવ્ય મેળો ભરાય છે.સાથે 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ સહિત અનેક દિવસોમાં માનગઢની પવિત્ર ધૂણી પર હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે.માનગઢ ખાતે મોટી સંખ્યામા પહોંચી ગુરુ ગોવિંદની ધુણીના દુનિયા દર્શન કરી પ્રતિમાને ફુલહાર ચઢાવી પ્રદર્શની નિહાળી ધન્યતા અનુભવતા હોય છે.

        ગુજરાત સરકાર તેમજ રાજસ્થાન સરકાર દ્વારા માનગઢ ધામનો છેલ્લા દસ વર્ષમાં બહોળો વિકાસ કરવામાં આવ્યો છે.પવિત્ર યાત્રાધામ હોવાથી આ સ્થળ પર દૈનિક હજારો લોકો અવર-જવર કરતા હોય છે.જેના કારણે લોકોની આજીવિકા માટેનું પણ સ્થળ બન્યું છે.પરંતુ માનગઢ તરફ આવવા જવાના માર્ગોને ડબલ ટ્રેક બનાવવામા તંત્ર તેમજ ગુજરાત સરકાર ઉદાસીનતા દાખવામા આવી રહી છે.ફતેપુરા થી ડુંગર,ગઢરા, માનગઢ તરફનો માર્ગ સાવ સિંગલ પટ્ટી અને તૂટેલો છે.તેમ છતાં આ માર્ગને ડબલટ્રેક કે નવીન બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી. ભમરીકુંડાથી માનગઢ તરફ જવાનો માર્ગ પણ ગત ચોમાસામાં વરસાદી માહોલમાં ધરાશયી થઈ જતા તે પણ તૂટી જવા પામ્યો હતો.પરંતુ આજ દિન સુધી આ માર્ગની મરામત કામગીરી હાથ ન ધરાતા ભક્તોમાં રોષ ફાટી નીકળેલો જોવા મળી રહ્યો છે.

             સરકાર દ્વારા ફતેપુરા થી માનગઢ તરફના માર્ગો તેમજ ભમરીકુંડાના માર્ગોની મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard