
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી ગ્રામ સભામાં ગૌચર દબાણ ખુલ્લું કરવા ઠરાવ કરવામાં આવ્યા.
પંચાયતના આવેલા ગૌચરોના દબાણોને લઈને વારંવાર ગ્રામ સભામાં લેખિત મૌખિક રજૂઆત છતાં પણ જિલ્લા તેમજ તાલુકાના અધિકારીનું પેટનું પાણી હલતું નથી
સંજેલી બજારની જર્જરિત આંગણવાડીઓનો દર વખતે ફક્ત ઠરાવ જ કરવામાં આવે છે.
ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામ સભામાં 18 જેટલા ઠરાવો કરવામાં આવ્યા.
પંચાયતની નિષ્કાળજીના કારણે સંજેલીમા આડેધડ બજારમાં થયેલા દબાણો ખુલ્લા કરવા ઠરાવ કરાયો.
સંજેલી તા.20
સંજેલી ખાતે યોજાયેલી ગ્રામ સભામાં ગૌચરના અને સ્મશાન ઘર તેમજ બજારમાં થયેલા દબાણો ખુલ્લા કરવા નળ શે જળ યોજના હેઠળ કુવાઓ ઘરે ઘરે કનેક્શન તળાવ પર વોશિંગ ઘાટ પીચિંગ કામ જાહેર શૌચાલય ગટરોની સાફ-સફાઈ દવાનો છટકાવ સિંચાઈના નહેર ની સાફ-સફાઈ સહિતની ગ્રામજનોની ઉગ્ર રજૂઆત સાથે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યા.
સંજેલી ગ્રામ પંચાયત ખાતે પશુપાલન અધિકારી ની અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાય હતી જેમાં જાહેર શૌચાલય પાણીનો પ્રશ્ન ગટરની સાફ સફાઈ અને દવાનો છટકાવ સિંચાઈ નહેરની સાફ-સફાઈ તળાવ પર વોશિંગ ઘાટ ડીપટેશન પ્લાન પીચિંગ કામ નળશે જળ યોજના હેઠળ નવીન કુવાનું કામ ઘર ઘર નળ કનેક્શનનો સંજેલી બજાર ની જર્જિત આંગણવાડીઓનું બાંધકામ આરોગ્ય કેન્દ્ર માટે સબ સેન્ટર ની જગ્યા સંજેલી બજારમાં થયેલા દબાણો તેમજ સ્મશાન ની જમીન પર થયેલ દબાણ ગ્રામ પંચાયતના આવેલા ગૌચરોના દબાણોને લઈને વારંવાર ગ્રામ સભામાં લેખિત મૌખિક રજૂઆત છતાં પણ જિલ્લા તેમજ તાલુકાના અધિકારીનું પેટનું પાણી હલતું નથી તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત છતાં પણ ગ્રામ પંચાયત માત્ર ઠરાવ કરી અને સંતોષ માની લેતી હોય છે સરકાર દ્વારા થયેલા પરિપત્રો ગ્રામ પંચાયતમાં આવેલા ગૌચરના દબાણ ખુલ્લા કરવા ગૌચર ની જમીન ખુલ્લી કરી રજીસ્ટરો નિભાવી દર મહિને તાલુકા તેમજ જિલ્લા અધિકારીને રિપોર્ટ રજૂ કરવાના આ હુકમો છતાં પણ દબાણો ખુલ્લા થતા નથી. આવી અનેક ગામની સમસ્યાને લઈને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ગ્રામ સભામાં ધારદાર રજૂઆત સાથે સંજેલી ગામની રોનક માટે બજાર માં મુખ્ય માર્ગ પર ત્રણ પ્રવેશદાર બનાવવા સહિતના તાલુકા પશુપાલન અધિકારી એન જી શેખ ની અધ્યક્ષ સ્થાને અને સરપંચ મનાભાઈ ચારેલ,ડીપોટી સરપંચ તેમજ તલાટી કમ મંત્રી એસએફ મહિડા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને આંગણવાડી સુપરવાઇઝર બેન સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામ સભામાં 18 જેટલા ઠરાવો કરવામાં આવ્યા.