Wednesday, 11/12/2024
Dark Mode

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

ખખડધજ સવારી એસટી અમારી.. સંતરામપુરમાં અધવચ્ચે એસટી બસ ખોટકાતા મુસાફરો નીચે ઉતરીને ધક્કો મારવા મજબૂર બન્યા…

સંતરામપુર તા.20 

સંતરામપુર એસટી ડેપોમાં મહિનામાં એક વાર તો રસ્તામાં ગાડી બંધ પડી જાય આ જ રીતે આજરોજ સંતરામપુરમાં ગોધરા સંતરામપુર મીની બસ સવારે એસટી બસ ડેપોમાં થઈને બહાર નીકળતા બસ બંધ પડી ગઈ હતી. જેમાં બસમાં બેઠેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી 15 થી 20 મિનિટ સુધી બસ ચાલુ કરવા માટે ડ્રાઇવરે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બસ ચાલુ ના થઈ આખરે ડ્રાઇવરને મુસાફરો કહ્યું ચાલો નીચે ઉતરો ને ધક્કો મારો મુસાફરો બસમાસી ઉતરીને બસને ધક્કો માર્યો પાંચ થી છ વખત બસને ધક્કો મારીને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આખરે બસ ચાલુ ના થઈ આવી ભંગાર બસના કારણે મુસાફરોની હાલાકી ભોગવવી પડી કેટલાક બેઠેલા મુસાફરો સરકારી કર્મચારી હોવાથી ઓફિસમાં જવા માટે પણ સમયસર પહોંચી ન શક્યા અને હાલાકી ભોગવવી પડેલી હતી ઘણા સમયથી એસટી ડેપોની બસો આવી રસ્તામાં પડેલી જોવા મળતી હોય છે અને પરિસ્થિતિ સર્જાતી હોય છે જ્યારે કેટલીક બસો તો એવી છે જેના સમય મુજબ કિલોમીટર પૂરા થઈ ગયા છતાંય એ બસ દોડાવવામાં આવે છે ચાલુ રાખવામાં આવે છે ખરેખર તો આ નિયમ મુજબ કિલોમીટર પૂરા થઈ ગયા તો બસનો ઉપયોગ કરવામાં આવતો જ નથી તેને કંપનીમાં મોકલવી પડતી હોય છે તેમ છતાં સંતરામપુર એસટી ડેપોમાં સૌથી મોટો તાલુકો ગણાતોના અંતરીયા વિસ્તારોમાં અને વધારે બસ નો ઉપયોગ કરતા મુસાફરોને આજે બસો ની સુવિધા ના અભાવે હાલાકી ભોગવવાનો વારો આવેલો છે પહેલા બસ ઉપર લખેલું હતું કે હાથ ઊંચો કરો અને બસમાં બેસો હવે ઊંધું થઈ ગયું છે બસને ધક્કો મારો પછી બેસો આવી પરિસ્થિતિ જોવા મળી રહેલી છે.

error: Content is protected !!