Sunday, 08/09/2024
Dark Mode

વ્યાજના વિષ ચક્રને તોડવા પોલીસ મેદાને પડી..સંજેલીમાં વ્યાજખોરોને ડામવા પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો..

January 6, 2023
        927
વ્યાજના વિષ ચક્રને તોડવા પોલીસ મેદાને પડી..સંજેલીમાં વ્યાજખોરોને ડામવા પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો..

વ્યાજના વિષ ચક્રને તોડવા પોલીસ મેદાને પડી..સંજેલીમાં વ્યાજખોરોને ડામવા પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો..

ઉંચા વ્યાજે નાણા ઝૂડનાર તેમજ ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસ કાર્યવાહી કરવા સજ્જ.

વ્યાજખોરીને ડામવા અને ઊંચા વ્યાજ વસુલ કરનારા લોકો સામે કાર્યવાહી કરાશે:સંજેલી PSI એમ,એમ માળીની અધ્યક્ષતામાં પોલીસ મથકે બેઠક યોજાઇ.

સંજેલી તા.06

સંજેલી તાલુકો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો આવેલો છે જ્યાં ભોળી ભાળી અને અભણ લોકો વસવાટ કરે છે ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સાથે બની બેઠેલા વ્યાજ ધીરનારા લોકો બેફામ વ્યાજ વસૂલી રહ્યા છે જેને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજા પીડાઈ રહી છે મજબૂરીનો લાભ લઇ વ્યાજખોરોનું પ્રમાણ બેફામ વધ્યું છે ઉંચા સ્તરે વ્યાજ વસૂલી વ્યક્તિની હાલત કફોડી અને પાયમાલ કરી નાખે છે મૂળ રકમ કરતાં 10 ઘણું વ્યાજની રકમ વસૂલ કરવામાં આવતી હોય છે તે બાદ પણ ટોર્ચર કરી હેરાન કરતા હોય છે વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર બને છે આવા વ્યાજ ખોરો માટે ગૃહ વિભાગ એક્શનમા આવી છે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આદેશ પણ આપી દીધા છે ત્યારે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ એમ.એમ.માળીની અધ્યક્ષતામાં આજરોજ મીટીંગ યોજવામાં આવી જેમાં વ્યાજખોરોને ડામવા તેમજ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી હતી સંજેલી નગરમાં આગેવાનો જણાવ્યું હતું કે પીએસઆઇ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ વ્યક્તિ વ્યાજખોરોથી પીડિત હોય તો ખોટી ધાકધમકી આપતા હોય તો આ બાબતે તમે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી લોકો ચાઈનીઝ દોરાથી પતંગ ચગાવતા તેમજ ચાઈનીઝ દોરી વેચાણ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સંજેલી નગરના વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!