કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના હિરોલા ગામમાં પાણીની અછતને લઇને જાગૃત નાગરિક સહિત ગ્રામજનો દ્વારા રજુઆતના પગલે વહીવટી તંત્ર દ્વારા નવીન તળાવની મંજૂરી મળતા સ્થાનિકોમાં હર્ષની લાગણી ફેલાઈ
હાલમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે લોકોને પાણીની સમસ્યાથીનો પણ સામનો કરવો પડી રહ્યો છે .
ડુંગરાળ વિસ્તારના ગામોમાં તો પાણી માટે ૩૦૦ ફૂટ ઊંડે સુધી કરવા છતાં પણ પાણીની સમસ્યા તેમની તેમજ.
સંજેલી તા.11
હિરોળા ખાતે નવીન તળાવના ખાતમુહુર્તની તસ્વીર
સંજેલી તાલુકાના હીરોલા ગામ માં પાણી ની અછત સર્જાતા બોરપાણી ફળિયાના રહીશો દ્વારા હીરોલા ગામના ગ્રામ સેવક તથા મનરેગા એન્જીનીયર પઠાણ સાહેબ તથા. સંજેલી એ પી ઓ સાહેબ ને સ્થાનિક નાગરિકો દ્વારા રજુઆત કરતા ગ્રામ સેવક શ્રી પ્રકાશભાઈ પરમાર..તથા મનરેગા એન્જિનિયર શ્રી પઠાણ,તાત્કાલિક ધોરણે..નવીન તળાવ મંજુર કરાવી આપી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્થાનિક જાગૃત નાગરિક જયેશભાઇ સંગાડાએ જણાવ્યું હતું..કે અમારો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ હોવાથી પાણીના તળ ઘણા ઊંડા ગયા છે ..બોરવેલ 300 ફૂટ થી વધારે કરવા છતાં પાણી આવતું નથી…આથી વિકલ્પ રૂપી તળાવનું આયોજન થાય તો પાણીની સમસ્યામાં રાહત થાય એમ હોઈ રજુઆત કરતા તંત્ર દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો ..મનરેગા યોજના હેઠળ નવીન તળાવની કામગીરી શરૂ થતાં..લગભગ 100 જેટલા સ્થાનિકોને રોજગારી નો અવસર પ્રાપ્ત થયો છે…હાલ કોરોના વાઇરસ ની મહામારી હોવાથી..ગ્રામજનો..સોસીયલ ડિસ્ટનસિંગ તથા માસ્ક સાથે કામગીરીની શરૂઆત કરી છે