કપિલ સાધુ, સંજેલી
પંચાયત તલાટી કમ મંત્રી સંવર્ગના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા સંજેલી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઊતર્યા .
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે ની કામગીરી તેમજ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવા ની કામગીરી સિવાયના તમામ કામગીરીનો બહિષ્કાર .
સંજેલી તાલુકા તલાટી મંત્રી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં તેમના સંવર્ગના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડલના આદેશથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉપર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.સંજેલી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તથા તા. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવાનું આવેદનમાં જણાવાયુ હતું. ગુજરાત રાજ્ય તલાટી મંડળના આદેશ મુજબ 2/8/22 પંચાયતો ને મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરાયુ છે.
સંજેલી તાલુકાની આવેલી પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પરમાર, મહામંત્રી .લલિત ચૌધરી,ઉપપ્રમુખ રેખાબેન રાવત, સહમંત્રી ઉર્વશી બારીયા, માર્ગદર્શક એસ.એફ.મહિડાની આગેવાની હેઠળ તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા સંજેલી ટીડીઓ અને મામલતદારને આવેદન આપીને વિરોધ કર્યો હતો.