કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તા.07
સંજેલી નગરમાં બે દુકાનદારો દ્વારા જાહેરનામાનો ભંગ કરાતા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
સંજેલી તાલુકામાં પણ કોરોના કેસોમાં વધારો થતા વેપારી વર્ગ તેમજ વહીવટી તંત્ર દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી. તેમજ ધંધા વેપાર કરવાના સમય નક્કી કરવામાં આવ્યો હતો.ત્યારે વેપારીઓ દ્વારા સવારથી બપોરના ૧૨ સુધી જ વેપાર ધંધો કરવાનો રહેશે તેમ જ બપોર બાદ તમામ વેપાર ધંધો બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ સંજેલી નગરમાં બે દુકાનદારો જેમાં એક કરિયાણાની દુકાન અને અન્ય બીજી એક ટેલર ની દુકાન ના માલિક દ્વારા ધંધો વેપાર બંધ કરવાના સમયે પૂર્ણ થયા બાદ પણ ખુલ્લી રાખવામાં આવી હતી ત્યારે મામલતદાર કચેરીના અધિકારી સુજલ ચૌધરી સહિત સ્ટાફ નગરમાં આ બે દુકાનદારોને દુકાનો ખુલ્લી રાખી અને જાહેરનામાના ભંગ કરતા જણાઈ આવતા દુકાનો ને સિલ મારી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી