Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લાના સંજેલી માંથી ધોરણ10નુ હિન્દી નુપેપર વાયરલ થયો હોવાનો ખુલાસો, પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી.

April 10, 2022
        583
દાહોદ જિલ્લાના સંજેલી માંથી ધોરણ10નુ હિન્દી નુપેપર વાયરલ થયો હોવાનો ખુલાસો, પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી.

સુમિત વણઝારા

દાહોદ જિલ્લાના સંજેલી માંથી ધોરણ10નુ હિન્દી નુપેપર વાયરલ થયો હોવાનો ખુલાસો, પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી.

 

પેપર શરૂ થયાના અડધા કલાકમાં જ લીક થયું હતું

 

સંજેલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી શનિવારે ધોરણ 10 નું હિન્દીની પેપર ચાલુ પરીક્ષાએ જ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે . આ મામલાની તપાસમાં પેપર દાહોદ જિલ્લામાંથી વાઈરલ થયું હોવાનું સામે આવ્યું છે . અમિત તાવિયાડ નામના શખ્સ પેપર શરૂ થયાના અડધા કલાક પછી જ સોશિયલ મીડિયા પર પેપર લીક કર્યું હોવાનો ખુલાસો થયો છે . પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના સંજેલી માંથી ધોરણ10નુ હિન્દી નુપેપર વાયરલ થયો હોવાનો ખુલાસો, પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી.

ફેસબુક પર પેપર વાઈરલ થતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો

 

 તારીખ 9 એપ્રિલના રોજ ધોરણ 10 ની હિન્દીની પરીક્ષા હતી.જેમાં પરીક્ષા પૂર્ણ થવાના અડધા કલાક પહેલા હિન્દીનુ પેપર આન્સર કી સાથે સોશિયલ મીડીયામાં વાયરલ થઇ જતાં આખાયે રાજ્યમાં ખશભળાટ મચી ગયો હતો.જે ફેસબુક એકાઉન્ટ પર પેપર વાયરલ થયુ હતુ તે સંજેલીના ચમારીયાના હોળી ફળિયામાં રહેતાં ધનશ્યામ જગદીશભાઇ ચારેલનુ હોવાનુ ખુલ્યું હતુ.તેની તપાસ કરતાં ઘનશ્યામને આ પેપર નાની સંજેલીમાં રહેતાં સુરેશ દલસીંમગ ડામોરે 9687866394 નંબર પરથી વોટ્સએપ દ્રારા 11.52 કલાકે જવાબો સાથે મોકલ્યુ હતું .

 

પેપર શરૂ થયાના અડધા કલાકમાં જ લીક થયું હતું

 

 સુરેશ ડામોરની ઉલટ તપાસ કરતાં તેમનો પુત્ર ચિરાગ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યો હોવાનુ ખુલ્યું હતુ . હિન્દી વિષયના પેપર માટે મુળ મહીસાગર જિલ્લાના કાળીબેલના રહેવાસી અને નાની સંજેલીમાં વૃંદાવન આશ્રમશાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક શૈલેશ મોતીભાઇ પટેલે પોતાના ભુતપૂર્વ વિદ્યાર્થી કે જે સીંગવડ તાલુકાના મેથાણમાં રહે છે તે અમીત ભારતાભાઇ તાવિયાડનો સંપર્ક કરાવી આપ્યો હતો . જે અમિત તાવિયાડે હિન્દીનુ પેપર સવારે 10:47 કલાકે મોબાઇલ નંબર 9313554848 પરથી સુરેશ દલસીંગ ડામોરને મોકલી આપ્યુ હતુ . આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે સુરેશે તેના મિત્ર જયેશ દલસીંગ ડામોરને ફોન કર્યો હતો.જયેશે તેને ઘરે બોલાવીને આ પેપરની પ્રિન્ટ કાઢવા માટે તેના સંબંધી ઘનશ્યામ જગદીશ ચારેલને મોકલી આપ્યુ હતુ.ત્યાર બાદ આ પેપર વાયરલ થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.જેથી પોલીસે પાંચેયની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

 

અમિત પાસે પેપર ક્યાંથી આવ્યું તેની તપાસ બાકી

 

 ધોરણ 10 હિન્દીનું પેપર અમિત તાવિયાડ નામના શખ્સ પોણા અગિયાર વાગ્યે જ સુરેશને મોકલી આપ્યાનો ખુલાસો થયો છે . જો કે , અમિત પાસે પેપર ક્યાંથી આવ્યું તેનો હજી ખુલાસો થયો નથી . પોલીસે આ મામલે ઘનશ્યામ ચારેલ , સુરેશ ડામોર , શૈલેષ પટેલ અને જયેશ ડામોરની ધરપકડ કરી છે . જ્યારે અમિત તાવિયાડ શોધખોળ હાથ ધરવામાં આવી છે .

 

શિક્ષણ બોર્ડે કહ્યું ‘ આને પેપર ફૂટ્યું ન કહેવાય ‘

 

શનિવારે ધોરણ 10 માં હિન્દીનું પેપર હતું . જે અડધા કલાકમાં ફરતું ગઈ હતું , ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આને પેપર ફૂટ્યું ન કહેવાય . જો કે તેની સાથેસાથે શિક્ષણ બોર્ડે પેપર ફરતાં થયા મુદ્દે તપાસ હાથ ધરી છે . ધોરણ 10 ના હિન્દીના પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં . પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં.શનિવારના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.એવું અધિકારીઓએ જણાવ્યું હતું . ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે . તેમાં એવું લખ્યું છે કે , ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાકની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે.ઘનશ્યામ ચારેલ નામના વ્યક્તિએ પેપર સોલ્વ થયેલા ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને ગેરીરીતિ અંગે જણાવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!