Saturday, 01/10/2022
Dark Mode

સંજેલી તાલુકાના ચાકીસણ ગામે નિર્માણાધીન માર્ગ પર પેસેન્જર ભરેલ ફોરવિલ ગાડી પલ્ટી મારી..

December 13, 2021
        2329
સંજેલી તાલુકાના ચાકીસણ ગામે નિર્માણાધીન માર્ગ પર પેસેન્જર ભરેલ ફોરવિલ ગાડી પલ્ટી મારી..
  1. જીગ્નેશ બારીયા :- દાહોદ/કપિલ સાધુ :-  સંજેલી 

સંજેલી તાલુકાના ચાકીસણા ગામે મુકલઘાટીમાં ફોરવીલર પલટી મારી

નિર્માણાધીન માર્ગ પર મેટલ તેમજ કપચીના ઢગલા પર ફોરવીલર ચડી જતા પલટી મારી

 ફોરવીલ ગાડીમાં સવાર પેસેન્જરો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા

નિર્માણાધીન માર્ગ પર ડાયવર્ઝનના અભાવે રોડ વચ્ચે મેટલ તેમજ કપચીના ઢગલાથી અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે એક પેસેન્જર ભરેલ ફોર વ્હીલર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર કેટલાંક વ્યક્તિઓને ઈજાઓ થયાંનું જાણવા મળે છે. જાણવા મળ્યાં અનુસાર, ચાકીસણા મુકુલ ઘાટી વિસ્તારમાં હાલ ગ્રેવલની કામગીરી ચાલી રહી છે ત્યારે રસ્તાઓ ઉપર ખોદકામને પગલે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

સંજેલી થી ઝાલોદ જવાના મુખ્ય માર્ગ પર હીરોલા – સંજેલી તરફના મુખ્ય માર્ગ ઉપર ચાકીસણા મુકુલ ઘાટી તરફ હાલ સમારકામ ચાલુ છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પરજ ગ્રેવલના ઢગલા કરી દેવામાં આવ્યા છે. માર્ગનું મંથરગતિએ કામગીરી શરૂં છે ત્યારે રોડ ની કામગીરીનાં ડાયવર્ઝનના બોર્ડ ન મુકાતા ગત તારીખ ૧૨મીને રવિવારના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં એક પેસેન્જર ભરેલ કાર ચાલક પોતાના કબજાની કાર લઈ અને પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન સંજેલી તાલુકાના ચાકીસણા ખાતે મુકુલ ઘાટીમાં અચાનક રોડ પરજ પથ્થરો કપચીના ઢગલા આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર ઢગલા પર ચડી ગઈ હતી અને પલ્ટી મારી હતી. આ અકસ્માતમાં કેટલાંક વ્યક્તિઓ સવાર હતાં અને તેઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

 

————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!