
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં મોટા ભાગના આંગણવાડી કેન્દ્ર તેમજ નંદ ઘર પણ ખડેર તેમજ જર્જરિત હાલતમાં: નાના ભૂલકાઓને જીવ જોખમમાં..
સંજેલી તાલુકાની 137 આંગણવાડી કેન્દ્ર આવેલા છે.
કેન્દ્રની ઓચિંતી વિઝીટ વર્કરોની ગુલ્લી બાજી પકડાતા તાલુકાના icds વિભાગના આંગણવાડી વર્કરોમાં ફફડાટ.
મોટાભાગના આંગણવાડી કેન્દ્રો બંધ હાલતમાં ખભાતી તાળા આઇસીડીએસ વિભાગની બેદરકારી કે મિલી ભગત?
ચાલુ દિવસે આંગણવાડી કેન્દ્ર બંઘ હાલત કકરેલી,વાંસીયા, ભમેલા,ગરાડીયા સહીત 8 કેન્દ્ર પર ખંભાતી લટકતા તાળા?
સંજેલી તા.12
આંગણવાડી નંદઘર રૂડું રૂપાળું નામ નાના ભૂલકાઓનું પહેલું પગથિયું ત્રણ થી છ વર્ષના બાળકો સરકાર આંગણવાડી ની જગ્યા પર જાય અને બાળકોનો વિકાસ થાય તે માટેની જગ્યા એટલે નંદ ઘર આંગણવાડી કહેવામાં આવે છે. પરંતુ મોટાભાગની આંગણવાડી ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી બહેનો પોતાની મનમાનીથી કે તંત્રની મીલીભગત હોય તેમ ચાલુ દિવસે પણ આંગણવાડી કેન્દ્ર બંધ કરી ગુલ્લી મારી જતા હોય છે. તંત્ર દ્વારા વારંવાર ટકોર કરવામાં આવે છે રોજે રોજના ફોટા સહિત વિડીયો કોલ પણ કરવામાં આવે છે છતાં ડિજિટલ સિસ્ટમ હોવા છતાં નિષ્ફળ સિસ્ટમ નીવડી તેવું લાગી રહીu છે. આંગણવાડી બહેનોની નબળી કામગીરીને લઈ વારંવાર ટકોર કરવા છતાં પણ વર્કરો તેમજ તેડાઘર તેમની પોતાની મનમાની ચલાવી કેન્દ્ર બંધ કરી ગાયબ થઈ જતા હોય છે ઉચ્ચકક્ષા ના અધિકારી દ્વારા આકસ્મિત વિઝીટ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.સ્થાનિક કચેરી આઈસીડીએસ વિભાગ ફક્ત નોટિસ ફટકારી સંતોષ માની લેતા હોય છે આધુનિક જમાનો વિડીયો કોલ સીસ્ટમ અને નોટ કેમ માં ફોટા સહિત રોજેરોજ માહિતી લેવામાં આવતી હોય છે છતાં આંગણવાડી કેન્દ્રો બંધ રાખી ગુલ્લી મારી જતા હોય છે ખરેખર આ આઇસીડીએસ વિભાગની મિલીભગત હોય તેમ તાલુકામાં ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે.