
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
દાહોદ જિલ્લામાં “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ.
ICDD વિભાગ દ્વારા દરેક કેન્દ્રએ આરોગ્યલક્ષી મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું.
દાહોદ તા.06
નારી વંદન ઉત્સવ” અંતર્ગત બાવકા પી.એચ.સી ખાતે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સયુક્ત રીતે “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઈ. આરોગ્ય દિવસ” દિન નિમિત્તે કાર્યક્રમની શરૂઆત મહિલા અને બાળ આરોગ્ય થીમ પર નાટક ભજવીને કરવામાં આવી.
નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત તારીખ ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન વિવિધ મહિલાલક્ષી દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી પી.આર.પટેલ દ્વારા મહિલા અને બાળકોના આરોગ્ય વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું.તાલુકાકક્ષાએ યોજાયેલા નિદાન અને સારવાર કેમ્પમાં મહિલાઓમાં એનિમિયા, કોરોના બુસ્ટર ડોઝ રસીકરણ, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટનું વિતરણ, સેનેટરી પેડ વિતરણ,
હિમોગ્લોબીન તપાસ જેવી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આઇસીડીએસ વિભાગ દ્વારા દરેક કેન્દ્રએ આરોગ્યલક્ષી મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં જિલ્લાની મહિલાઓએ લાભ લીધો હતો. આકાર્યક્રમમા મેડીકલ ઓફિસર ડો.પ્રવિણ ડામોર, ડો.પન્નાબેન ડામોર,ડો. બંકિમ ગાંધી CPHC ILC પ્રોગ્રામ મેનેજર, પ્રોજેક્ટ કોઓડીનેટર ૧૮૧ અભયમ શ્રી ચંદ્રકાત મકવાણા. મુખ્ય સેવિકા કલાબેન સહિત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.