સંજેલીમા ગુરુપૂર્ણિમા નિમિત્તે આદિવાસી પરિવાર દ્વારા ગુરુ ગોવિંદ ચોક ખાતે પૂજા અર્ચના કરવામાં આવી..

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ:- સંજેલી

સંજેલીમા ગુરુપૂર્ણિમા નિમિત્તે આદિવાસી પરિવાર દ્વારા ગુરુ ગોવિંદ ચોક ખાતે પૂજા અર્ચના કરવામાં આવી..

સંજેલી જુના બસ સ્ટેન્ડ ખાતે ગુરુ ગોવિંદ મહારાજને ફુલહાર કરી યાદ કરવામાં આવ્યાં.

ગુરુ એટલે સાચો રસ્તો બતાવે અંધકાર માંથી અજવાળા તરફ ટૂંકમાં જે આપણા ને જીવન જીવવાની દિશા બતાવે તે આપના ગુરુ.

પ્રતિનિધિ સંજેલી તા.૦૩

સંજેલી તાલુકામાં જૂના બસ સ્ટેન્ડ ખાતે આવેલ સમાજ સુધારક ગુરુ ગોવિંદ મહારાજની મૂર્તિ આવેલ છે અને આ સંજેલી નો પ્રખ્યાત જુના બસ સ્ટેશન વિસ્તારને ગુરુ ગોવિંદ ચોક ના નામથી જાણીતો છે. આજરોજ તારીખ 03/07/2023 સોમવારના રોજ આદિવાસી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહીને ભીલ સમાજના સુધારક અને અગ્રણી કાંતિવીર અને ધાર્મિક ગુરૂ ગોવિંદ મહારાજની મૂર્તિને દિવડા પ્રગટાવીને, ફૂલહાર પહેરાવીને સેવા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગુરુ એટલે ટૂંકમાં સાચો રસ્તો બતાવે અંધકાર માંથી અજવાળા તરફ ટૂંકમાં જે આપણા ને જીવન જીવવાની દિશા બતાવે તે આપના ગુરુ આમ સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આદિવાસી સમાજના ભગવાન ગણાતા ગુરુ ગોવિંદ મહારાજની પૂજા અર્ચના કરીને ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરી હતી. સમાજને સાચો રસ્તો બતાવનાર અને એમને માર્ગે ચાલનાર હાલ આદિવાસી સમાજ પ્રગતિમાં હરણફાળ ભરી રહેલા છે એમ કહીએ તો કઈક ખોટું નથી.આમ ગુરુ પૂર્ણિમા ના દિવસે આદિવાસી સમાજના સદસ્યો ઉપસ્થિત રહીને ગુરુની સેવા પૂજા કરી હતી અને એકબીજાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવી હતી. ગુરુ ગોવિંદ ચોક જય ગુરુ માલિકના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.આમ સમસ્ત સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article