મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના ગોવિંદા તળાઈમાં આવેલી કૃષ્ણકુંજ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી.
સંજેલીમાં 105 મીમી વરસાદ ગઈ વખત કરતાં આ વખતે વધુ વરસાદ વરસ્યો.
સંજેલી પુષ્પ સાગર તળાવનો આવણો દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરી દેતા પાણી ફરી વળ્યા..
સંજેલી તા.૦૩
સંજેલી તાલુકાનું વર્ષો જૂનું પુષ્પસાગર તળાવ આવેલ છે. તેની અડીને આવેલ ગોવિંદા તળાઈ ગામમાં શ્રી કૃષ્ણ કુંજ પાર્ક સોસાયટી આવેલ છે આ પુષ્પ સાગર તળાવ ઘણું જૂનું છે અને આ તળાવનો આવણો આશરે 20 ફૂટ જેટલો પહોળો હતો જે શ્રીકૃષ્ણ કુંજ પાર્ક સોસાયટીને અડીને પસાર થાય છે પરંતુ આ સોસાયટીને અડીને નવીન સોસાયટીની રચના કરવામાં આવેલ છે આ નવીન સોસાયટીની રચનામાં આ પુષ્પ સાગર તળાવના વર્ષો જૂના આવણાંનો પાણી જતું હતું તે બાંધકામ કરી આ આવણાં ને સદંતર બંધ કરી દેવામાં આવેલ છે જેથી પુષ્પ સાગર તળાવમાંથી આવતું પાણી શ્રી કૃષ્ણ કુંજ પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરેલ છે અને આ સોસાયટીમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયેલ છે જેથી મચ્છરોનો ઉપદ્રવ થવાનો સંભવ છે તેમજ આ સોસાયટીમાં પાણી પ્રવેશ થવાથી મકાનોને પણ નુકસાન થવા સંભવ છે તેમજ ગોવિંદા તળાઈ ગામના ખેડૂતોને પાણી રોકાણના કારણે જમીન ધોવાણ તથા તેમજ પાકને પણ નુકસાન થવા સંભવ છે જેથી ગોવિંદા તળાય ગામના રહીશો તેમજ શ્રી કૃષ્ણ કુંજ પાર્ક સોસાયટીના રહીશોની ઉગ્ર માગણી છે કે આ પુષ્પ સાગર તળાવનો આવણાનો ગેરકાયદેસર બાંધકામ કરેલ છે જે આવણો ખુલ્લો કરી પાણીનો નિકાલ થાય તેવી ઉગ્ર માંગણી છે .