મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી રાજ મહેલ નવીન રોડની અધુરી કામગીરી છોડી દેતા ભારે હાલાકી.
સંજેલીમાં એક મહિનાથી નવીન રસ્તાની કામગીરી ઠપ.
રસ્તો બનાવવાના નિયમોને નેવે મૂકી અને વેડ મિક્સ કે જીએસબી કર્યા વિના જ બારોબાર ડસ્ટ પાથરી દેવાઈ હતી.
સંજેલી તા.17
સંજેલી રાજ મહેલ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરી રસ્તો તોડી પાડી વેડમીક્સ કે જીએસબી વિનાજ તોડેલ રોડ પરજ ડસ્ટ ફાથરી દેતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી જે ના સમાચાર પ્રસિદ્દ થતા જ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે
સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે મંજૂર થયા છે અને જેના રસ્તાઓની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી રાજમહેલ રોડ પર જુનો સીસી રસ્તો તોડી પાડી અને જેને સાફ-સફાઈ કે દૂર કર્યા વિના જ તેની પર રોલર ફેરવી દઈ અને કોન્ટ્રાક્ટરે બારોબાર પોતાની મન મરજી કરી રસ્તા પર વેડમીક્સ કે જીએસબી કર્યા વિનાજ ડસ્ટ પાથરી દઈ કામગીરી શરૂ કરાતા ઈ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી અને જે માર્ગ અને મકાન વિભાગને જાણ કરવામાં આવી હતી તેમજ સમાચાર પ્રસિદ્ધ થતા કોન્ટ્રાક્ટર દ્વારા ડસ્ટ દૂર કરી અને તોડી પાડેલા રસ્તાની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી
રસ્તાની સાફ-સફાઈ કર્યા બાદ અધુરી કામગીરી છોડી દેતા વાહન ચાલક સહિત ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.