સંજેલી નગરમાં અજાણ્યા ઈસમ દ્વારા મૃત હાલતમાં તાજા નવજાત શિશુને રસ્તા પર ફેંકી જતા ચકચાર.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી નગરમાં અજાણ્યા ઈસમ દ્વારા મૃત હાલતમાં તાજા નવજાત શિશુને રસ્તા પર ફેંકી જતા ચકચાર...

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભર બજારે એક થેલીમાં ભ્રૃણના ટુકડા સાથે થેલીમાં ભરી ફેંકી જઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે સ્થાનીક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

આજરોજ સવારના સમયે સંજેલી નગરમાં મેન બજારની વચ્ચો વચ્ચ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કોઈ સ્ત્રીનું પાપ છુપાવવા માટે એક થેલીમાં ભ્રૃણ જેના કટકા કરી થેલીમાં ભરી આ બજારની વચ્ચો વચ્ચ એક મેડીકલની સામે જાહેર રસ્તા પર ફેંકી જઈ નાસી ગયાં હતાં. થેલીમાંથી ભ્રૃણના કટકા લોહીલુહાણ હાલતમાં જાહેર રસ્તા પર જાેવા મળ્યાં હતાં. એકક્ષણે જાહેર રસ્તા પરથી પસાર થતાં લોકોમાં આ દ્રશ્યો જાેતા અરેરારી ફેલાઈ જવા પામી હતી. સ્થાનીક લોકોનો અજાણ્યા ઈસમો તથા અજાણી સ્ત્રી પર ફીટકારની લાગણી પણ વરસાવી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભ્રૃણના લોહીલુહાણવાળા કટકા કબજે કરી નજીકના દવાખાને રવાના કરવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Share This Article