
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના યુવકને અપહરણ કરનાર આરોપી સામે કલમ 307 નો ઉમેરો કરી ધરપકડ કરવા રજૂઆત.
ગોધરા કલંદર ફાર્મ હાઉસ પર ઊંધો લટકાવી માર મારી ફેક્ચર કરનાર 6 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
સંજેલી તા.21
સંજેલી નગરના એક યુવકને ઘરેથી તું બળવો કેમ બોલાવે છે તેમ કહી ગાડીમાં બેસાડી અને ગર્દા ફળોનો માર મારી ગોધરા કલંદર ફાર્મ હાઉસ પર છ દિવસ ગોંધી રાખી અને ઊંદો લટકાવી માર મારી જમણા તેમજ ડાબા પગે ફેક્ચર કરી છોડી છ આરોપી સામે સંજેલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેની આજ દિન સુધી ધરપકડ ન થતા કલમ 307 નો ઉમેરો કરી અને આરોપીને ધરપકડ કરવા રજૂઆત કરાતા પોલીસ ખાતામાં દોડધામ મચી જવા પામી હતી.
સંજેલી નગરના કુંભાર ફળિયામાં રહેતા મુનાફ ગની મોરાવાળા ને વર્ષ 2022 માં અપહરણ કરી અને ગાડીમાં બેસાડી ગોધરા ખાતે આવેલ કલંદર ફાર્મ હાઉસ પર ગોંધી રાખી અને અવાર નવાર ઊંધો લટકાવી લોખંડના સળિયા અને ગંભીર મારક હથિયાર નો ઉપયોગ કરી મારી નાખવાના ઇરાદે આરોપીઓ એ પોતાના ફાર્મ હાઉસ ઉપર ગોંધી રાખી અને બે ત્રણ વાર માર મારતા ફરિયાદી બેભાન અવસ્થામાં થઈ ગયો હતો અને તેને જમણા હાથે તેમ જ જમણા હાથની આંગળીઓ અને ડાબા પગે ફેક્ચર તેમજ શરીરના ભાગે ઇજાઓ થવા પામી હતી તારીખ 7 11 2022 થી 12 11 2022 સુધી આરોપીને ગોંધી રાખી અને માર મારી છોડી મૂકતા બનાવ સંદર્ભે મુનાફ મોરાવાળાએ આરોપી વિરોધ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના ત્રણ માસ જેટલો સમય વિતયો છતાં પણ આરોપીની ધરપકડ ન થતા ફરિયાદી દ્વારા પોલીસ આરોપી ને છાવરી રહી છે તેમ જ આરોપી રાજકીય વર્ગ ધરાવતા હોય અને એક આરોપીઓ રાષ્ટ્રીય કક્ષાના પાર્ટીના ગોધરા નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો છે જેથી તેને ધરપકડ કરવામાં આવતી નથી આરોપી સામે 307 મુજબના કલમનો ઉમેરો કરી અને તમામ આરોપીઓની ધરપકડ કરવા સંજેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને છાવરમાં આવે છે અને જો તેની ધરપકડ કરવામાં નહીં આવે તો કોર્ટ ના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.