
ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના આંબા ગામના છોકરી નિકાલ બાબતે થયેલા ઝઘડામાં ચાર ઈસમોએ દંપતી જોડે મારઝૂડ કરી મકાનના નલિયામાં તોડફોડ કરી ધીંગાણું મચાવ્યું..
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંબા ગામે છોકરીના નિકાલ બાબતે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ એક દંપતિને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
ગત તા.૧૦મી મેના રોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતાં કલજીભાઈ રંગાભાઈ પારગી, રમુડાભાઈ કલજીભાઈ પારગી, મલાભાઈ રંગાભાઈ પારગી અને મહેશભાઈ કલજીભાઈ પારગીનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ લઈ આવી આંબા ગામે કાપરી ફળિયામાં રહેતાં લલીતાબેન સોમાભાઈ હઠીલાના ઘરે જઈ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, રાકેશનો છોકરો અમારી છોકરીને ભગાડી ગયો છે તો તેનો કેમ નિકાલ કરતાં નથી, તમોને છોડીશુ નહીં, તેમ કહેતાં લલીતાબેન તથા તેમના ઘરના માણસોએ કહેલ કે, તમારી છોકરી ક્યાં છે તે અમોને ખબર નથી, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લાકડીઓ વડે લલીતાબેન અને તેમના પતિ સોમાભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે લલીતાબેન સોમાભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.