જીગ્નેશ બારીયા :- દાહોદ
લીમખેડા તાલુકાના ફુલપુરી ઘાટામાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ:ક્લીનરનું મોત,ચાલક નો આબાદ બચાવ
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ફુલપરી ઘાટા પર એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી અને ડ્રાઈવર ચાલુ ટ્રકે કુદી જતાં તેને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી જ્યારે ટ્રકનો ક્લીનર ટ્રકની નીચે દબાઈ જતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ગત તા.૩૦મી જુલાઈના રોજ લીમખેડા તાલુકામાં આવેલ ફુલપરી ઘાટા પરથી મધ્યપ્રદેશ પાસીંગનો ટ્રકનો ચાલક વિન્સેન્ટ પારસીંગભાઈ સરપોટા (રહે.ટીમરૂપાડા, તા.થાંદલા, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) નો પોતાના કબજાની ટ્રક લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રાત્રીના ૧૧ વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ટ્રક ઉપરના સ્ટેરીંગનો કાબુ અચાનક ગુમાવી દેતાં જાેતજાેતામાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી ત્યારે ટ્રકનો ચાલક વિન્સેન્ટ ચાલુ ટ્રકે કુદી જતાં તેને શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી પરંતુ ટ્રકમાં સવાર ક્લીનર પ્રકાશભાઈ રાદુભાઈ ગામડ ટ્રક નીચે દબાઈ જતાં તેમનું ઘટના સ્થળપરજ કરૂણ મોત નીપજ્યું હતું. ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો.
આ સંબંધે મધ્યપ્રદેશના રતલામ ખાતે રહેતાં ગોલુ ઉર્ફે ધનાલાલજીશંકરભાઈ ખરાડીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-