ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાની ચોપાટપાલ્લી પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા પ્રેરિત ટેકનોલોજી અને રમકડા મુખ્ય વિષય આધારિત ક્લસ્ટર કક્ષાનું ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન ચોપાટપાલ્લી પ્રાથમિક શાળા ખાતે યોજાયું .જેમાં કુલ પાંચ વિભાગમાં કુલ ૧૫ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી .ભાગ લેનાર તમામ બાળકોને સી.આર.સી.કૉ.ઓ ઠાકોર ઉપેન્દ્રસિંહ કેશરીસિંહ દ્વારા તમામ બાળકોને શિલ્ડ ,પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામો થકી સન્માનિત કરવામાં આવ્યા હતા .
ક્લસ્ટરના આચાર્ય ઉદેસિંહભાઈ પટેલ દ્વારા બાળકોને કાર્યક્રમ વિશે માર્ગદર્શન આપ્યું હતું તથા બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી .
આ કાર્યક્રમનું સંચાલન ચોપાટપાલ્લી પ્રા. શાળાના. આચાર્ય અર્જુનભાઇ પ્રજાપતિએ કર્યું હતું .