ઝાલોદ તાલુકાના ગામડી તેમજ લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે પોલીસે શ્રાવણીયો જુગાર રમતા ૧૭ શકુનિઓ ઝડપાયા

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ

ઝાલોદ તાલુકાના ગામડી તેમજ લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે પોલીસે શ્રાવણીયો જુગાર રમતા ૧૭ શકુનિઓ ઝડપાયા

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે એક મકાનમાં જુગાર રમી રહેલ જુગારી ટોળકી પર ઝાલોદ પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે રેડ દરમ્યાન બે જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જ્યારે બાકીના ૦૫ જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ બે જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રૂા.૫૬,૨૬૦ની રોકડ રકમ તેમજ પત્તા પાના કબજે કર્યાંનું જાણવા મળે છે.

 ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના ગામડી રોડ પર ડુંગરી ફળિયામાં (નવાઘરા) માં દલુભાઈ નાથાભાઈ વસૈયાના રહેણાંક મકાનમાં દલુભાઈ નાથાભાઈ વસૈયા, રજાકભાઈ ઈસ્માઈલભાઈ ગાંડા (રહે. લુહારવાડા, મસ્જીદ પાછળ, ઝાલોદ), સાજીદ મુસ્તાકભાઈ જર્મન (રહે. સંજેલી, મસ્જીદ ફળિયા), અબ્દુલભાઈ ગનીભાઈ શેખ (રહે. સંજેલી, ઝાલોદ રોડ), કમલેશભાઈ મોહનભાઈ ભુનાતર (રહે. ઝાલોદ, ડુંગરી ફળિયા), મુકેશભાઈ મનાભાઈ ડુમી (રહે. ગામડી રોડ, ઝાલોદ) અને ચંદુભાઈ નટવરભાઈ ભુનાતર (ડુંગરી ફળિયા, ઝાલોદ) આ તમામ જુગારીઓ પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતાં. આ અંગેની બાતમી ઝાલોદ પોલીસને મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાંથી પોલીસે મુકેશભાઈ મનાભાઈ ડુમી અને ચંદુભાઈ નટવરભાઈ ભુનાતરને ઝડપી પાડ્યાં હતાં જ્યારે બીજા નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત બે જુગારીઓની અંગ ઝડતી કરતાં અને દાવ પરથી કુલ મળી રોકડા રૂપીયા ૫૬,૨૬૦ની રોકડ કબજે કરી હતી 

 જ્યારે જુગારના બીજા બનાવમાં ગત તા.૧૮મી ઓગષ્ટના રોજ મુકેશભાઈ કાલીદાર પ્રજાપતિ (રહે.લીમખેડા, રામદેવજી મંદિરની સામે), પ્રદિપભાઈ અંબાલાલ પ્રજાપતિ (રહે. લીમખેડા, રામજી મંદિરની સામે), સંતોષભાઈ રસીકલાલ સોની (રહે.લીમખેડા, દાહોદ રોડ), ભરતભાઈ બાબુભાઈ સોલંકી (રહે. બાંડીબાર, મેઈન બજાર, લીમખેડા), ચિરાગ ભીખાભાઈ ગુર્જર (રહે. લીમખેડા), પરસોત્તમભાઈ ધનાભાઈ ભરવાડ (રહે.જેતપુર દુ, ભરવાડ ફળિયું, લીમખેડા), ભુપેન્દ્ર નટવરલાલ પંચાલ (રહે.લીમખેડા, ચિત્રકુટ સોસાયટી), શ્યામકુમાર તુલસીદાસ બારીયા (રહે.લીમખેડા, ઝાલોદ રોડ, રામજી મંદિર પાસે), ઈન્દ્રસિંહ ઉર્ફે રવી ગોવિંદસિંહ ચાવડા (રહે. લીમખેડા, ઝાલોદ રોડ, રામદેવજી મંદિરની સામે), ગૌતમકુમાર શાંતીલાલ ટિલ્વે (રહે. લીમખેડા, ધરીયા ફાર્મની સામે) અને તેજકુમાર મનહરલાલ અગ્રવાલ (રહે.લીમખેડા, શ્રીજી સોસાયટી, લીમખેડા) આ અગીયાર જણા મોટાહાથીધરા ગામે આર.સી.સી. રોડ ઉપર લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની લીમખેડા પોલીસને બાતમી મળતાં પોલીસે આ સ્થળે ઓંચિતો છાપો માર્યાેં હતો. આ દરમ્યાન જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો પણ સર્જાયાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં. જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી પોલીસે કુલ રૂા.૨૭,૭૧૬ની રોકડ રકમ કબજે કરી હતી.

 

 આ સંબંધે લીમખેડા પોલીસે ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————————

Share This Article