નીલ ડોડીયાર :- દાહોદ
ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો: સોના ચાંદીના દાગીના મળી 80 હજાર ઉપરાંતના માલમત્તા પર હાથફેરો.…
દાહોદ તા.૧૧
#Paid pramotion
Contact us :- sunrise public school
ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજાેરીમાંથી રોકડા રૂપીયા તેમજ સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૮૧,૦૦૦ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.
હાલ લીલવાઠાકોર ગામે રહેતાં અને મુળ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે રહેતાં નીરવકુમાર વિરસીંગભાઈ ભાભોરના લીલવા ઠાકોર ગામે આવેલ બંધ મકાનમાં તસ્કરોએ ગત તા૧૦.૦૬.૨૦૨૧ના રાતના કોઈપણ સમયે પોતાનો કસબ અજમાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૫૦,૦૦૦, સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૮૧,૦૦૦ની મત્તા ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નીરવકુમાર વિરસીંગભાઈ ભાભોરે ગતરોજ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-