
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામેં જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસની એન્ટ્રી: રોકડ રકમ મોબાઇલ ફોન તેમજ બાઇકો મળી પોણા બે લાખના મુદ્દામાલ સાથે 7 શકુનિઓ જેલ ભેગા થયા.
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે જાહેરમાં ગંજીપાના વડે પૈસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ૦૭ જુગારીઓને પોલીસે ઓચિંતા છાંપામાં સાતેય જણાને ઝડપી પાડી અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા કુલ ૧૭,૫૮૦ તેમજ ૦૭ મોબાઈલ ફોન, ૦૪ મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.૧,૮૦,૫૮૦નો મુદ્દામાલ કબજે કરી સાતેય જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.
હાલ શ્રાવણ માસના પ્રારંભ સાથેજ દાહોદ જિલ્લામાં શ્રાવણિયા જુગારીઓ સક્રિય બન્યાં છે. જુગારના અડ્ડાઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસ બાજ નજર રાખી રહી છે ત્યારે જુગાર રમતાં હોવાની ગત તા. ૧૨મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના લીમડી પોલીસને માહિતી મળતાં ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે ગામતળ ફળિયામાં ઓચિંતો પોલીસે છાપો માર્યાે હતો. આ દરમ્યાન જુગાર રમવામાં મસગુલ એવા મુકેશભાઈ કિર્તનસિંહ લબાના (રહે. લીલવાદેવા, ગામતળ ફળિયું), ગિરીશબાઈ રાજુભાઈ લબાના (રહે. કારઠ, વડલા ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ), રાહુલકુમાર ગોવિંદભાઈ નૈયા (રહે. કારઠ, હનુમાન મંદિર પાસે), શૈલેષભાઈ ભુપતભાઈ જાટવા (રહે.કારઠ, હનુમાન મંદિર પાસે), ચંદનભાઈ મોહનભાઈ લબાના (રહે. લીલવા દેવા, ગામતળ ફળિયું), સોમસીંગભાઈ ગનીયાભાઈ ભાભોર (રહે. ખરસોડ, નિશાળ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને મુકેશભાઈ સોમાભાઈ હરીજન (રહે. કારઠ, હાઈસ્કુલની પાસે) આ સાતેય જણાને પોલીસે ચારેય તરફથી ઘેરી લીધાં હતાં અને પકડી પાડી તેઓની અંગ ઝડતી કરતાં તેઓની પાસેથી રૂા.૯,૫૮૦ અને દાવ પરથી રોકડા રૂપીયા ૮,૦૦૦ એમ કુલ મળી રાકેડા રૂપીયા ૧૭,૫૮૦ કબજે લીધાં હતાં જ્યારે પોલીસે સાત મોબાઈલ ફોન કિંમત રૂા.૪૮,૦૦૦ અને ચાર મોટરસાઈકલ કિંમત રૂા.૧,૧૫,૦૦૦ એમ કુલ મળી ૧,૮૦,૫૮૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત સાતેય જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————