
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નિમચ ગામેં જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામ સભા યોજાઈ
રાત્રિ સભામાં સરપંચ તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા
ગરબાડા તાં.31
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાય હતી આ રાત્રી સભામાં સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચાની સાથે તેના નિકાલ માટે ની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાજર અધિકારીઓને સૂચના આપી હતી અને નીમચ ગામ ખાતે સરકારશ્રી ની વિવિધ યોજનાઓ થકી થયેલા વિકાસના કામોની મુલાકાત પણ કરી હતી આ રાત્રી સભામાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ગામના સરપંચ વિજયભાઈ અમલીયાર તેમજ આરોગ્ય અધિકારી એ.આર ડાભી સહીત સહલગ્ન અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને ગામ લોકો આ રાત્રે સભામાં ઉપસ્થિત રહ્યા હતા