
ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે PHC દ્વારા ખાતે ફાઇલેરીયા( હાથીપગા) રોગનું સર્વે કરવામાં આવ્યું
રાત્રી ના 8 વાગ્યા થી 12 વાગ્યા સુધી સર્વે કરવામાં આવ્યો
ગરબાડા તારીખ 31
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની મીનાક્યાર PHC દ્વારા મીનાક્યાર ફાઇલેરીયા એટલે કે હાથી પગાર રોગનું સર્વે કરવામાં આવ્યું હતું જેમાં રાત્રિના આઠ વાગ્યાથી 12:00 વાગ્યા સુધી PHC મિનાક્યારના તમામ MPHW દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરી લોહીના નમુના લેવામાં આવ્યા હતા અને લોકોને (હાથીપગા) ફાઇલેરીયા રોગ વિશે ગામ લોકોને માહિતી આપી અને માર્ગદર્શિત કર્યા હતા આ સર્વેનો સુપર વિઝન મીનાક્યાર PHC મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ બામણીયા અને PHC સુપર વાઇઝર ચેતનભાઈ સોલંકી દ્વારા કરવા માં આવ્યું હતું