કામના બાકીના બીલો ન નીકળતા હોવ થી આત્મવિલોપનની અરજી કરી હતી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

કામના બાકીના બીલો ન નીકળતા હોવ થી આત્મવિલોપનની અરજી કરી હતી.

વડવા ગામના  સરપંચના પતિ નું પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

 

 

 

ગરબાડા તાલુકાના વડવા ગામના મહિલા સરપંચના પતિ પ્રતાપભાઈ બિલવાળ દ્વારા કરેલ કામોના બીલો ન ચૂકવતા હોવાના કારણે આજે તાલુકા વિકાસ અધિકારીને આત્મવિલોપન કરવાની અરજી આપી હતી તેને ધ્યાનમાં લઇ આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત તાલુકા પંચાયત કચેરી ખાતે ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત લક્ષી કામો જમીન ઉપર પૂર્ણ થઈ જવા હોવા છતાં લાંબા સમય થી 37 લાખ ના  નાણાની ચુકવણી નહીં થવાના આક્ષેપો સાથે કંટાળીને  આત્મવિલોપન કરવા માટે સાંજના 6:00 વાગ્યાના અરસમાં તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે આવ્યા હતા. જ્યાં તાલુકા વિકાસ અધિકારી સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કામો થયા છે તેઓના બિલ નીકળ્યા છે. અને જે કામ રનીંગ તેનું અડધું બીલ આપી દેવામાં આવેલ છે. અને બાકીનું બિલ કામ પૂર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું જે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેને લઇને ગરબાડા પોલીસ દ્વારા તેઓને અટકાયત કરવામાં આવી અને વધુ કાર્યવાહી માટે ગરબાડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

Share This Article