ગરબાડા સરકારી વિનય કોલેજ ખાતે EVM અને VVPAT નિદર્શન તથા મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા સરકારી વિનય કોલેજ ખાતે EVM અને VVPAT નિદર્શન તથા મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવામાં આવી

ગરબાડા તા.03

ગરબાડા તાલુકાની સરકારી વિનિયન કોલેજ ખાતે આજરોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્ર ગરબાડા દ્વારા મતદાન જાગૃતિ લાવવામાં આવે તથા વધુમાં વધુ લોકો મતદાન કરવા સમજુત બને તે માટેEVM અને VVPAT નિદર્શન તથા રાજ્ય ચૂંટણી આયોગની સુચના ને અનુલક્ષીને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ ગરબા કરાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં મતદાન કરવા સમજુત બને અને બીજાને પણ બનાવે તે માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી જેમાં કોલેજના સ્ટાફ તેમજ વહીવટી તંત્રના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share This Article