રાહુલ ગારી, ગરબાડા
પાટાડુંગરી ગામ ખાતે ગરબાડા તલાટી મંડળના પ્રમુખ ની અધ્યક્ષતામાં તલાટીઓ ભેગા થયા અને સૂત્રોચાર કરી સરકાર સમક્ષ પોતાની પડતર માંગણી કરી હતી
ગરબાડા.
ગુજરાત ભરના તલાટીઓ હડતાલ પર ઉતર્યા ને આજે આઠ દિવસ થયા છે. ત્યારે સરકાર હજુ પણ આ તલાટી મંડળ સાથે કોઈપણ જાતની વાર્તાલાપ કે તેમની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી. ગરબાડા તાલુકાના તલાટીઓ આઠ દિવસથી હડતાલ પર ઉતરેલ છે જેના કારણે અનેક લોકો દાખલાઓ આને પંચાયત ને લગતા કામ માટે હેરાન થઈ રહ્યા છે. હડતાલના કારણે વિકાસના કામો ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે આજે ગરબાડા તાલુકાના તલાટીઓ પોતાની માંગણીઓ ને લઈ આઠ દિવસથી હડતાળ પર ઉતરી અને તેમની માંગણી ની રજૂઆત સાથે ગરબાડા તલાટી મંડળના પ્રમુખ અજયભાઈ ભુરીયા ની અધ્યક્ષતામાં ભેગા થયા અને સૂત્રોચાર કરી સરકાર સમક્ષ માંગણી કરી હતી.
