
જીગ્નેશ બારીયા :- દાહોદ/ રાહુલ ગારી :- જેસાવાડા
ગરબાડ તાલુકાના ગુલબાર ગામેથી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એક યુવકને ઝડપી જેલભેગો કર્યો
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે પોલીસને મળેલ બાતમીના આધારે એક ફોર વ્હીલર ગાડીને ઉભી રાખતાં ગાડીમાં સવાર ચાર પૈકી ત્રણ નાસી ગયાં હતાં જ્યારે એકની પોલીસે અટકાયત કરી તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) કિંમત રૂા.૩૫,૦૦, એક મોબાઈલ ફોન તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.૨,૦૪,૦૦૦ના મુદ્દામાલ કબજે લઈ પોલીસે અન્ય ફરાર ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૦૧ ઓગષ્ટના રોજ ગરબાડા તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગુલબાર ગામે વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન ત્યાંથી એક અલ્ટો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે દુરથી ગાડી ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં અંદર સવાર ચાર પૈકી ત્રણ જણા પોલીસને જાેઈ નાસી ગયાં હતાં જ્યારે પોલીસે ગાડીની નજીક જઈ એકને દબોચી લીધો હતો અને તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી ગેરકાયદે રીતે વગર પાસ પરમીટે બિન અધિકૃત રીતે પોતે પોતાના ઉપયોગ માટે તેમજ મોજ શોખ કરવા કે, કોઈને વેંચવા અથવા તબદીલ કરવા પોતે પોતાના અંગ કબજામાં દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) કિંમત રૂા.૩૫૦૦ પોલીસે ઝડપી પાડ્યો હતો તેની સાથે એક મોબાઈલ ફોન અને અલ્ટો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૦૪,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ઝડપાયેલ ઈસમનું નામઠામ પુછતાં તેને પોતાનું નામ વિજય રમેશભાઈ મંડોડ (રહે.ગુલબાર, થાણા ફળિયું, તા.ગરબાડ, જિ.દાહોદ) જણાવ્યું હતું અને ફરાર ત્રણ ઈસમોના નામ પૈકી એકનું નામ રાકેશ સવસીંગભાઈ મંડોડ, ચિરાગભાઈ વજેસીંગભાઈ મંડોડ અને અંકિતભાઈ વજેસીંગભાઈ મંડોડ (તમામ રહે.ગુલબાર, તા.ગરબાડા,જિ.દાહોદ) જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે ગરબાડા પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય ત્રણ ફરાર ઈસમોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.