
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા નગર માં સીસીટીવી કેમેરાની ૭૫ ટકા કામગીરી પૂર્ણ
32 કેમેરા થી ગરબાડા નગર માં ગ્રામ પંચાયત દ્વારા બાઝ નજર
ત્રણ માસ અગાઉ સીસીટીવી કેમેરા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગરબાડા નગરને સીસીટીવી કેમેરા થી સજ્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે સીસીટીવી કેમેરા લગાવવાનું 75% કામ પૂર્ણ થયું છે બાકીનું કામ આવનાર અઠવાડિયામાં પૂર્ણ થશે જે ગ્રામ પંચાયતના સરપંચ અશોક રાઠોડ તથા તલાટી સંજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ તેમને વધુ માં જણાવ્યું હતું કે ગરબાડા નગરમાં સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ગ્રામ પંચાયત થકી કરવામાં આવશે અને નગરના તમામ વિસ્તારો ગતિવિધિઓ પર પર બાજ નજર રાખવામાં આવશે જેમાં 15 માં નાણાપંચ યોજના અંતર્ગત 18 થી 20 લાખ રૂપિયા ના ખર્ચે આ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સીસીટીવી કેમેરાની કામગીરી પૂર્ણ થતા ગરબાડા નગરમાં લુખ્ખા તેમજ અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવુતિ પર ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરાથી નગરના તમામ વિસ્તારમાં અંકુશ લગાવવામાં આવશે તેમ લાગી રહ્યું છે.