શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા લીગલ ઓથોરીટી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મફત આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું
ફતેપુરા તા.24
તાલુકા લીગલ ઓથોરીટી ફતેપુરા તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ના સહયોગથી મફત આરોગ્ય નિદાન કેમ્પનું પ્રિન્સીપલ સિવિલ કોર્ટ ફતેપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે
ફતેપુરા કોર્ટમાં તારીખ 25 9 2021 ના રોજ મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કોર્ટમાં તારીખ 25/9/2021ને શનિવારના રોજ સવારના ૧૦ કલાકથી બપોરના ૧ વાગ્યા સુધી મફત આરોગ્ય નિદાન કેમ્પ નું તાલુકા લીગલ ઑથોરિટી ફતેપુરા તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા સહયોગથી મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સરકારી નિષ્ણાત ડોક્ટર શ્રી ઓ દ્વારા આંખ દાંત ની તપાસ ડાયાબિટીસ. બ્લડ પ્રેશર .અને કોરોના રસી કોવિડ ૧૯ વેક્સિન નો કેમ્પ. મફત નિધાન કેમ્પ રાખેલ છે જેનો તમામ જનતા એ લાભ લેવા માટે ટી.એસ. એલ.એ .ફતેપુરા દ્વારા જણાવવામાં આવેલ છે